વૃંદાવનમાં બંસી વાગે,કોણ બજાવે?
જશોદાનો જાયો વગાડે.
નંદજીનો લાલો વગાડે
ગોપીઓનો શ્યામ વગાડે
કૃષ્ણ કનૈયો બંસી બજાવે,ગોપી જાગે,
ગોપીઓનો શ્યામ વગાડે
કૃષ્ણ કનૈયો બંસી બજાવે,ગોપી જાગે,
બંસી કેરો નાદ સુણીને,
ઘરનાં કામ અધૂરાં મેલી,
આંખનાં કાજળ ગાલે ઘસી,
સૂતાં બાળ એકલાં છોડી,
પગનાં ઝાંઝર હાથે પહેરી,
દોડવા લાગી
વૃંદાવન દોડી,શ્યામસુંદર પાસે પહોંચી
ગાંડી ગોપી,ઘેલો કાન,
એક-મેકને પીવે આજ,
રાસ રમે પરમાનંદ પામે.
બની,ગોપી બ્રહ્મ,પરબ્રહ્મને પામી,
જીવ બ્રહ્મ-પરબ્રહ્મ એક થયું,,
દ્વૈત ગયું -અદ્વૈત થયું.
સોમ ૨૫/૯/૨૦
ઘરનાં કામ અધૂરાં મેલી,
આંખનાં કાજળ ગાલે ઘસી,
સૂતાં બાળ એકલાં છોડી,
પગનાં ઝાંઝર હાથે પહેરી,
દોડવા લાગી
વૃંદાવન દોડી,શ્યામસુંદર પાસે પહોંચી
ગાંડી ગોપી,ઘેલો કાન,
એક-મેકને પીવે આજ,
રાસ રમે પરમાનંદ પામે.
બની,ગોપી બ્રહ્મ,પરબ્રહ્મને પામી,
જીવ બ્રહ્મ-પરબ્રહ્મ એક થયું,,
દ્વૈત ગયું -અદ્વૈત થયું.
સોમ ૨૫/૯/૨૦