વહી ગયેલી પળોને વાગોળવી શું કામ?
આવી નથી,પળો,તેની ચિંતાનું શું કામ?
સામે જ છે,સુંદરતાની સર્જાયેલી પળો,
અને હજી બાકી છે,તેને જ,માણી લેને જીવ!!
જીવનનું સત્ય જાણવું અઘરું ક્યાં છે?
ભૂત-ભવિષ્યને ભૂલી વર્તમાનમાં રાચી લે,
માયાના ચક્કરમાં એ ના ભૂલીશ,ઓ જીવ,
જીવનનું સત્ય જાણવું અઘરું ક્યાં છે?
ભૂત-ભવિષ્યને ભૂલી વર્તમાનમાં રાચી લે,
માયાના ચક્કરમાં એ ના ભૂલીશ,ઓ જીવ,
જન્મ્યા એ જવાના,એ સત્યને પણ જાણી લે.
સોમ
ઓગસ્ટ-2-2021