=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: અખા ભગત ની જીવન ઝલક-૫

અખા ભગત ની જીવન ઝલક-૫

ઝગમગ જ્યોત અપાર છેશૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યોભવભ્રમણા ભાગી.


મરીને માણસ ભૂત થાય છેઅને જીવતાથી નહિ બીનારો મરેલાથી બીએ છે
એ કેવી વિચિત્ર વાત છે! 

અખો કહે છે`કોઈ જાનવર મરીને ભૂત નથી થતુંને માણસ કેમ થાય છે?

પશુ મૂઓ કો ભૂત ન થાયઅખા માણસ કેમ અવગત થાય?

પછી કહે છેતારે ભૂત ન થવું હોય ને બ્રહ્મ થવું હોય તો મરતાં પહેલાં જ્ઞાન સરોવરમાં ડૂબીને મરતા પહેલાં જ મરી જા પછી તું હરિરૂપ થઈ જશે`

મરતા પહેલાં જાને મરીપછી જે રહેશે તે હરિ

મારા ગ્રહો નબળા છે કહી માથે હાથ દઈ બેઠેલાને અખો કહે છે 

હરિની ભક્તિ કર, હરિનું શરણ લેપછી ગ્રહો તને શું કરવાના છે
ગ્રહો જ બાપડા કોઈ લૂલા છેતો કોઈ કાણા છે,

હરિજનને ગ્રહ શું કરેજે ગ્રહ બાપડા પરવશ ફરે
કાણો શૂક્ર ને લૂલો શનિબ્રહસ્પતિએ સ્ત્રી ખોઈ બાપડી   

(શુક્રાચાર્ય ગુરૂ આંખે કાણો હતો,શનિ લંગડો હતો,બ્રહ્સ્પતિ-ગુરૂ ની સ્ત્રી ને ચંદ્ર -સોમ ઉઠાવી ગયો હતો)

અખો કહે છે ભક્તિ જ માણસને તારશે. ભક્તિ પંખી છેને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખો છે. 

ભક્તિ ગાય છેને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો છે. ગાય ઘરમાં આવી એટલે વત્સ પાછળ આવ્યા જ જાણો

ભાઈભક્તિ જેવી પંખિણીજેને જ્ઞાનવૈરાગ્ય બે પાંખ છે,

ચિદાકાશ માંહે તે જ ઊડે જેને સદ્ગુરુ રૂપી આંખ છે!

એ ભક્તિના બે પુત્ર છેજ્ઞાન વૈરાગ્ય કહાવે,

જ્યાં ગાય ઘરમાં આવીસહેજે વત્સ ચાલ્યાં આવે

આમ અખાએ સમાજના સૂતેલા આત્માને જગાડયો છે અને એને જ્ઞાનનો રાહ ચીંધ્યો છે.

સૂતર આવે તેમ તું રહેજેમ તેમ કરીને હરિને લહે.


ઊનું ટાઢું નહિ આકાશપાણીમાં નહિં માખણ છાશ,


બ્રહ્મજ્ઞાન એવું છે અખાજ્યાં નહિ સ્વામી સેવક સખા.


ઈશ્વર જાણે તે આચારએ તો છે ઉપલો ઉપચાર.


મીઠાં મહુડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્ન માંની રાખ.


સોનામુખી સોનું નવ થાયઅખા આંધળીને પાથરતાં વાણું વાય.


પાને પોથે લખિયા હરિજેમ વેળુમાં ખાંડ વિખરી


માયાના મર્કટ સૌ લોક પલકે સુખ ને પલકે શોક.


અખા માયા કરે ફજેતખાતાં ખાંડ ને ચાવતાં રેત.


જ્ઞાની વિહારી ગોપી જશાતે જ જ્ઞાની જેને ગોપીની દશા.

અખાએ ઘણા ગ્રંથો લખ્યા છે.

એના છપ્પા, `અનુભવબિંદુઅને `અખેગીતાજોતાં એ કેવળાદ્વૈત તરફ ઢળતો વેદાન્તી જણાય છે. 

એની `બ્રહ્મકુમારીઅજબ છે.

આમ અખો જ્ઞાનવૈરાગ્યનું ગૌરવ કરે છેઅને જ્ઞાનવૈરાગ્ય વગરની ભક્તિને અપંગ કહેછે. 

એ જ જ્ઞાન-વૈરાગ્યને એ ભક્તિરૂપે ગાયનાં વત્સ કહે છે. 
આમ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ત્રણેના અલગ વાડા નથી
પણ એક જ વાત ના  ત્રણ પાસાં છે એવું એ સ્પષ્ટ કરે છે.

અખો વિદ્વાન છેબહુશ્રુત છેમહા અનુભવી છે. 

એ પ્રચલિત કહેવતો તથા અવનવી ઉપમાઓનો પૂરા બળથી ઉપયોગ કરે છે 
એટલે એની વાણી ચોટદાર બને છે. 

કશામાં દોષો જોવાનો એનો હેતુ નથીપણ આત્માના વિકાસમાં ક્યાં નડતર છે એ તો દેખાડવું જ પડે ને

એ વિના રોગનો ઉપાય થાય કેવી રીતેઅખાની વાણી લક્ષ્યવેધી છે. 

ગુજરાતી ભાષાના એ એક ઉત્તમોત્તમ કવિ છેઉત્તમોત્તમ ભક્ત છેઉત્તમોત્તમ જ્ઞાની છે.

`અખેગીતાખરેખર `ગીતાનામને યોગ્ય છે. 
ગુજરાતી ઉપરાંત વ્રજભાષા અને હિંદમાં પણ અખાએ કવિતા કરી છે.
અખાના આત્મદર્શનનું એક ગીત અહી  નીચે આપ્યું છે.

શાં શાં રૂપ વખાણું રે સંતોશાં શાં રૂપ વખાણું?

ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું સંતો..

નેજા રોપ્યા નિજધામમાંવાજાં અનહદ વાગે,

ત્યાં હરિજન બેઠા અમૃત પીએમાથે છત્ર બિરાજે સંતો.

વિના રે વાદળવિના વીજળીજળ સાગર ભરિયું,

ત્યાં હંસરાજા ક્રીડા કરેચાંચે મોતિડું ધરિયું,

ઝગમગ જ્યોત અપાર છેશૂન્યમાં ધૂન લાગી,

અખો આનંદ શુ ત્યાં મળ્યોભવભ્રમણા ભાગી.

જય શ્રી કૃષ્ણ.

સોમ સંગ્રહ તા.૬-૧૦-૧૩.