=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: અખા ભગત ની જીવન ઝલક-૪

અખા ભગત ની જીવન ઝલક-૪

પોતે હરિને જાણે ન લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ

હરિ-ગુરુ-સંત મળવા મુશ્કેલ છે. અખાને ઢોંગી ગુરુઓનો કડવો અનુભવ થયો હશે એટલે એણે ગુરુના નામ  પર કેટલાક ચોબખા માર્યા છે

અખા એ ગુરુ શું મૂકે પારજેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર
પોતે હરિને જાણે ન લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ


 જેમ સાપને ઘેર પરોણો સાપમુખ ચાટી વળ્યો ઘર આપ


દેહાભિમાન હતું પાશેરવિદ્યા વધતાં વધ્યું શેર,

ચરચા વધતાં તોલું થયોગુરુ થયો ત્યાં મણમાં ગયો

ઊઘ્યો કહેઊંધ્યો સાંભળેતેણે જડપણું બેનું નવ ટળે,
 જેમ ચિત્રામણના દીવા વડેકેમ રાત અંધારી દૃષ્ટે પડે?


પ્રાપ્ત રામ કરે તે ગુરુબીજા ગુરુ તે જાણો વરૂ
 ધન હરેધોખો  કરેએ ગુરુ કલ્યાણ શું કરે?

શાસ્ત્રનો મર્મ નહિ સમજનારા અને વ્યર્થ વાદવિવાદ કરનારા પંડિતો પ્રત્યે અખાને  ભારે નફરત છે. 

એ કહે છે

અંધે અંધ અંધારા મળ્યાજેમ તલમાં કોદરા ભળ્યા,
 ઘેંસ ન થાયન થાય ઘાણીકહે અખો એ વાતો જાણી


પંડિતને પંડિતાઈનું જોરપણ અતઃકરણમાં અંધારું ધોર
સંસ્કૃત બોલે તે શું થયુંશું પ્રાકૃતથી નાસી ગયું?


 ભાષાને શું વળગે ભૂરજે રણમાં જીતે તે શૂર
જોજો રે મોટાના બોલઉજ્જળ ખેડે વાગ્યો ઢોલ


શબરી સંસ્કૃત શું ભણી હતીભાઈક્યા વેદ વાંચ્યા કરમાબાઈ?
 વ્યાધ તો શું ભણ્યોતો વેદગણકા શું સમજતી હતી ભેદ?


ઓછું પાત્ર ને અદકું ભણ્યોવઢકણી વહુએ દીકરો જણ્યો
જો તુંબડું માંહેથી મરેતો તારે ને પોતે તરે

અખાની જ્ઞાનદૃષ્ટિ સમાજમાં પ્રવર્તતાં દંભઅજ્ઞાન અને વહેમોની આરપાર જોઈ શકે છે. 

ઊંચનીચના ભેદની વ્યર્થતા અને રામ રહીમના ભેદની પોકળતા પણ એ સમજે છે. 

તેથી કહે છે

ઊંચમાં રામ બમણો નથી ભર્યો અને નીચ પિંડ ઠાલો નથી કર્યો
આભડછેટ અંત્યજની જણીબામણ વાણિયા કીધા ધણી


શ્વાન શ્વપચ ગૌબ્રાહ્મણ જોયરામ થકી અળગો નહિ કોય
આપોઆપમાં ઊઠી બલાએક કહે રામ ને એક કહે અલ્લા 


જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડસામાસામી બેઠાં ધૂડ,


 કોઈ આવી વાત સૂરજની કરેતો આગળ જઈ ચાંચ જ ધરે.
 અમારે હજાર વર્ષ અંધારે ગયાંતમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં