=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: અખા ભગત ની જીવન ઝલક-૧

અખા ભગત ની જીવન ઝલક-૧







અખા નો જીવનકાળ મોગલ શાસન ના ગુજરાત ના સુવર્ણ  સમય માં હતો. 
આ સલ્તનત ના સમય ના ત્રણ મહાન સાહિત્યકારો માં અખા નું સ્થાન હતું. 
અખો અખા ભગત ના નામે પણ ઓળખાય છે. તેનું મૂળ નામ અખેરામ હતું.

 અખા નો જન્મ ગુજરાત ના અમદાવાદ ના દક્ષિણે આવેલા જેતલપુર માં ઈ. સ. ૧૫૯૧ માં સોની રહીયાદાસ ના ઘરે થયો હતો.અખો જન્મે અને વ્યવસાયે સોની હતો. 

પંદર સોળ વર્ષ ની વયે પિતા રહીયાદાસ તથા બે ભાઈઓ અખેરામ અને ગંગારામ તથા બહેન ધામસી સાથે વ્યવસાયાર્થે જેતલપુર થી અમદાવાદ ના ખાડીયા માં દેસાઈ ની પોળ માં આવીને વસ્યા હતા. 
આજે પણ દેસાઈ ની પોળ નું એક મકાન “અખા ના ઓરડા” તરીકે ઓળખાય છે.

 અખા નું કૌટુંબીક જીવન ઘણું સંઘર્ષ ભર્યું હતું. બાળપણ માં માતા ની  છત્રછાયા ગુમાવી અને 
ઓગણીસ વર્ષ ની વયે પિતા સ્વર્ગવાસ પામ્યા. ટૂંક સમય માં એક ની એક બહેન મૃત્યુ પામી.

બાળ વયે લગ્ન કર્યા હતા તે પત્ની નું યુવાન વય માં મૃત્યું થયું. 
ત્યારબાદ અખાએ બીજા લગ્ન કર્યા તેમાં પણ નીસંતાન પત્ની વિયોગ થયો.

 જહાંગીર ના સમય ની અમદાવાદ ની એક સરકારી ટંકશાળ માં અખાએ ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો.
તે સાબિત કરે છે કે તેના માં વ્યવસાયિક અને વ્યહવારિક કુશળતા ઓ ઘણી હતી. 
ત્યાં કોઈ એ ફરિયાદ કરી કે અખો સોના ના સિક્કા માં ભેળસેળ કરે છે 
એટલે અખા ને જેલ ની સજા થઇ પાછળ થી અખો નિર્દોષ છૂટ્યો.

 અખાએ એક ધર્મ ની બેન માનેલી હતી. એ બેને અખાને ત્યાં ત્રણસો રૂપિયા રાખેલા.
તેણે અખા ને સોના ની કંઠી બનાવી આપવા કહેલું અખો કુશળ કારીગર હતો અને 
બહેન પ્રત્યે ના ભાવ ને કારણે ગાંઠ ના સો રૂપિયા ઉમેરી સારી કંઠી કરી આપી. 

પણ કોઈ એ બેન ના મન માં વહેમ નાખ્યો કે  સોની નો શું વિશ્વાસ? 
એટલે તેની માનેલી બેને બીજા સોની પાસે કાપ મુકાવ્યો સોનું સાચું નીકળ્યું 
બાઈ પસ્તાઈ તેણે સોની ને કાપ સરખો કરવા કહ્યું પણ કંઠી ઉપર નો કાપ સરખો થયો નહિ 
આથી બાઈ કંઠી લઇ અખા પાસે ગઈ ત્યાં અખાએ બધી વાત બેન પાસેથી કઢાવી લીધી. 
આ સાંભળી અખાને ખુબ દુઃખ થયું.
જીવન ના આવા પ્રસંગો ને કારણે અખાને સંસાર પરથી વિશ્વાસ ઊઠી ગયો.

સંસાર ના અવિશ્વાસ અને સ્વાર્થની આગથી અખાને સમાજ અને વ્યવસાય પરથી મન ઊઠી ગયું. 
અખાએ સોની કામ નાં બધાં ઓજાર કુવા માં ફેંકી દીધાં અને અનંત જ્ઞાન ની તલાશ માં નીકળી પડ્યો. 

અખો બહુ ભણેલો નહિ પણ ભારતભર માં ભ્રમણ કરી અલગ અલગ સંપ્રદાયોથી સારો એવો પરિચિત થયેલો એ તેણે રચેલી વિપુલ સાહિત્ય રચનાઓ પરથી સિધ્ધ થાય છે. 

અખો એક ધર્મી નહોતો અને મૂર્તિપૂજા અવતારો માં માનતો નહિ 
બલ્કે તે મધ્યકાલીન યુગ નો સમાજ સુધારક અને 
બધા સંપ્રદાયો ને જોડનારો સમન્વયવાદી અને એક ઈશ્વર વાદી હતો. 

કવિ દલપતરામ મૂર્તિપૂજા માં માનનારા સ્વામીનારાયણ સંપ્રદાય ના ચુસ્ત અનુયાયી હોવા છતાં તેમણે અખાની પ્રસંશા કરી છે.

(ક્રમશઃ)