ગુરુ કીધા મેં ગોરખનાથ, ઘરડા બળદ ને ઘાલી નાથ. ધન લે ને ધોખો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે.
અખો કુળધર્મે વૈષ્ણવ હતો તેથી ગોકુલધામ જઈ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે દીક્ષા લીધી
આ ગુરુ ઢોંગી નીકળતાં અખો કહે
ગુરુ કીધા મેં ગોરખનાથ,
ઘરડા બળદ ને ઘાલી નાથ.
ધન લે ને ધોખો નવ હરે,
એ ગુરુ કલ્યાણ શું કરે.
ત્યાં થી ચાલી નીકળી અખો અનંત જ્ઞાન ની તરસ છીપાવવા કાશી ગયો
.
.
કાશીમાં ગંગાજીના કિનારે એક સંત મહાત્માની પર્ણકુટિ છે.
પર્ણકુટિમાં સંત પોતાના પસંદ કરેલા ખાસ શિષ્યોને વેદવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપી રહ્યા છે.
મધરાતનો વખત છે. ગુરુ ઉત્સાહમાં બોલે જાય છે. પણ સામે બેઠેલા શિષ્યો ઊંધનાં ઝોંકાં ખાય છે ને હોંકારો ભણી શકતા નથી.
ગુરુએ પૂછ્યું-` માયાનું સ્વરૂપ મેં સમજાવ્યું; હવે તમે શું સમજ્યા એ કહો?
કંઈ જવાબ મળ્યો નહિ. ગુરુએ ફરી પ્રશ્ન કર્યો, કંઈ જવાબ નહિ.
શિષ્યો ઊંધતા હતા, કોણ જવાબ આપે?
ત્યારે ગુરુથી એક નિસાસો નખાઈ ગયો.
એટલામાં પર્ણકુટિની બહારથી અવાજ આવ્યો`ગુરુદેવ, આજ્ઞા કરો તો આ સેવક આપના પ્રશ્ન નો જવાબ આપે?
ગુરુ ચમક્યા. એકદમ ઊભા થઈને એ બહાર આવ્યા.
એક મેલો ઘેલો માણસ એમના પગમાં ઢગલો થઈને પડયો ને
બોલ્યો` ગુરુજી ક્ષમા કરો હું રોજ છુપાઈને આપનો ઉપદેશ સાંભળું છું.
ગુરુએ વહાલથી એને ભેટી પડી કહ્યું` બહાર નહિ, હવે અંદર મારી સામે બેસજે
હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું.
'આ ગુરુનું નામ બ્રહ્માનંદ અને તેમણે જેને શિષ્ય તરીકે સ્વીકાર્યો તે અખો ભગત.
અખો બ્રાહ્મણ નથી, વૈશ્ય છે એવું જાણી આ પહેલાં ગુરુએ એના વેદવિદ્યા શીખવવાની ના પાડી હતી,
પણ હવે એમણે જોયું કે મારા બ્રાહ્મણ શિષ્યો કરતાં યે અખામાં જ્ઞાનની તરસ વધારે સાચી ને ઊંડી છે,
એટલે એમણે એને સ્નેહથી જ્ઞાનદાન કરવા માંડયું. અખો જ્ઞાની, વેદાન્તી બની ગયો.

આમ અખા ને વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ઊંડી સાધના ના સમન્વય થી આત્મજ્ઞાન થયું.
મુખ માં સરસ્વતી બિરાજમાન થયાં અને વાણી ખીલી .
આ સાથે અખાએ છપ્પા લખવાનું અને ચાબખા મારવાનું શરૂ કર્યું.
અખા ની તમામ રચનાઓ મુખ્યત્વે સમાજ માં રહેલા અવિશ્વાસ, આડંબર

અને ઠગબાજીઓ પ્રત્યે નો તિરસ્કાર દર્શાવે છે.
અખાએ જીવનકાળ દરમ્યાન ૭૪૬ છાપ્પાની રચના કરેલ છે.તેની પ્રચલિત રચનાઓ આ પ્રમાણે છે.

- અખાના છપ્પા.
- અખાના પદ.
- અખે ગીતા.
- અનુભવ બિંદુ.
- કૈવલ્યગીતા.
- ગુરુ શિષ્ય સંવાદ.
- ચિત્ત વિચાર સંવાદ.
- પંચીકરણ .
- બહમ લીલા.
- સંત પ્રિયા.
- અખા ના સોરઠા.