=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ચાંપરાજ વાળો-૨

ચાંપરાજ વાળો-૨

ભળકડું વેગે વહી જવા લાગ્યુંને બેય ઓળા સંકોડાવા મંડ્યા.
રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેબકાં જેવા બનવા લાગ્યા.
થડક છાતીએ ચાંપરાજ પૂછે છે:
“હે અપસરા !મારે પાદર યુધ્ધ  કેવું ? મેંતો કોઇ હારે વેર નથી કર્યા. વસ્તી ને રાજા વચ્ચે વહાલપ વર્તે છે.”


“ચાંપરાજ ! આંહીં દલ્લીનું કટક ઊતરશે. હાલ્યું આવે છે,
માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે.”


“કોણ એક જણ ? શું પાપ ?”


“તારો મોચી “ એને કોક જોગીએ રાજી થઇ વરદાન માગવાનું કહ્યું,
કમતિયા મોચીએ માગ્યું કે
‘હું ચિંતવું તે હાજર થાય. ‘બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી,
કહ્યું કે ‘જા, ગમાર ! પ્રગટજે. ચાર દૂત નીકળશે, કહીશ તે કરશે. “ ખોટું  માગીશ તો તારું નગર રોળાશે.’ ”
“પછી?”


“પછી તો,ચાંપરાજ ! મોચીડે મધરાતે દીવી પ્રગટી. ચાર ફિરસ્તા નીકળ્યા.
કામીએ માગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો.!”
ચાંપરાજના હૈયામાંથી અંધારે નિસાસો પડ્યો.
“પછી તો, ચાંપરાજ !રોજ રાતે શાહજાદીને પલંગ સોતી મંગાવે. ફૂલ જેવી શાહજાદી  ચામડાંની દુર્ગંધે જાગી જાય, મોચી બીને એનાથી અળગો રહે. ભળકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દિલ્લી પહોંચાડાવે.”


ભળકડું ભાંગવા લાગ્યું. ઓળા ઝાંખા થવા લાગ્યા. વાત કહેનારીનો અવાજ ઉંડો બન્યો :
”એમ કરતાં, ચાંપરાજ ! છ મહિને શાહજાદી નું શરીર સુકાણું. હુરમે ફોસલાવી-પટાવી બેટીને હૈયાની વાત પૂછે. દીકરીએ અંતરની વેદના વર્ણવી.
પાદશાહને વિગત પાડી.
પાદશાહે શીખવ્યું કે’ બેટી ! આજ પૂછતી આવજે; ક્યું ગામ ? ક્યો રાજા? પોતે કોણ? ને નામ શું ? ‘


એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીના  ઘરમાં આળસ મરડીને શાહજાદી  બેઠી થઇ.પૂછ્યું:
છ મહિને સુંદરી બોલી તેથી રાજી થઇનેમોચીએ નામઠામ દીધાં.
એ એંધાણે પાદશાહનું કટક ચડ્યું છે.


કાલની રાતે આપણે બેય સુરાપરીમાં સંગાથી હશું. ચાંપરાજ ! માટે હું આજ હરખ ભરી ગાઉં છું.”
એ જ વખતે બીજા ઓળાએ જાણે કે જંટિયાં પીંખ્યાં,ચીસો પાડી. અને

પરોઢિયાના ફૂટતા તેજમાં બેયનાં અંગ ઓગળી ગયાં.