=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-Sant Kabir-Gujarati-કબીર-સંત કબીર-૧

Kabir-Sant Kabir-Gujarati-કબીર-સંત કબીર-૧

જીવન ચરિત્ર
Kabir-Sant Kabir-કબીર-સંત કબીર
સંત કબીર એક મહાન સંત કવિ હતા.


તેમના સાહિત્ય નો પ્રભાવ હિંદુ અને મુસ્લિમ ધર્મ માં તથા સુફી પંથ માં જોવા મળે છે.કબીર પોતાના સરળ ,સાર ગર્ભિત અને મર્મ સ્પર્શી ભજનો ને લીધે આજે પણ એટલા જ પ્રસિધ્ધ છે.

કબીર સ્પષ્ઠવક્તા અને નીડર હતા.પોતાના સિધ્ધાંતો માટે
દરેક પ્રકારની યાતના ,આલોચના સહન કરનારા હતા.


તેમના જન્મ વિષે વિવિધ મત પ્રવર્તે છે.
કબીરપંથી ઓ ના મત અનુસાર તેઓ નું અવતરણ થયું છે.જ્યોતિ સ્વરૂપે આકાશ માંથી ઉતરી કમળ ના પુષ્પ ઉપર બાળક સ્વરૂપે કાશી ના લહરતારા તળાવ પાસે ઈ.સ. ૧૩૯૮ ની જેઠ સુદ પુનમ ના રોજ પ્રગટ થયા હતા.
                      
ઘણા ના મત અનુસાર તેમનો જન્મ વિધવા બ્રાહ્મણી ના ગર્ભ થી કાશી માં થયેલ.
બ્રાહ્મણી એ લોકલાજ થી આ પુત્ર ને લહરતારા તળાવ પાસે ત્યજી દીધેલ


જેને વણકર દંપતિ નીરુ અને નીમા એ પાલક માતા-પિતા તરીકે પાલન પોષણ કરી ઉછેર કર્યો હતો.
આમ તેમના પાલક-માતા નું નામ નીરુ અને પાલક-પિતાનું નામ નીમા હતું.


કેટલાક માને છે જન્મ થી મુસ્લિમ હતા અને યુવાવસ્થા માં સ્વામી રામાનંદ ના પ્રભાવ થી તેમને

હિંદુ ધર્મ ની બાબત માં જાણકારી મળી.