સમયે રામાનંદજી ગંગા સ્નાન કરવા પગથિયાં ઉતરી રહ્યા હતા. અને તેમનો પગ કબીર ના શરીર પર પડ્યો.તેમના મુખ માંથી તત્કાળ “રામ-રામ” શબ્દ નીકળી પડ્યો.
આ “રામ” ને કબીરે દીક્ષા મંત્ર માની લીધો અને રામાનંદજી ને પોતાના ગુરુ સ્વીકારી લીધા.
કબીર ના જ શબ્દો માં જોઈએ તો-
“હમ કાશી મેં પ્રગટ ભયે હૈ,રામાનંદ ચેતાયે.”
(હું કાશી માં જન્મ્યો અને રામાનંદે મારી ચેતના ને પ્રગટાવી-પરમાત્મા ની પહેચાન કરાવી.)
“જોગી હુઆ ઝલક લગી -મિટિ ગયા ખેચાતાન,ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.”
(પરમાત્મા (બ્રહ્મ)ને પામવા જોગી બન્યો.(સાધન કર્યું) અને પરમાત્મા ની ઝલક થઇ.
બહાર ભટકતો એવો હું -જયારે ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં (આત્મામાં)સમાઈ ગયો
અને આત્મા અને પરમાત્મા (બ્રહ્મ) જેવું ઐક્ય થયું -ત્યારે પરમ તત્વની ઝાંખી થઇ હું પોતેજ બ્રહ્મ થઇ ગયો.)
કબીર ગૃહસ્થી હતા.
તેમની પત્ની નું નામ માતા લોઈ હતું.
પુત્ર નું નામ કમાલ અને પુત્રી નું નામ કમાલી હતું.
તેમના શિષ્યો માં ધર્મદાસ અને સુરતી ગોપાલ મુખ્ય હતા.
તેમના ઘર માં સાધુ સંતો નો જમાવડો રહેતો હતો.
કબીર સાક્ષર નહોતા. તેમને અભ્યાસ કરવા ની તક મળી નહોતી.
“મસી કાગદ છૂવો નહિ,કલમ ગહી નહિ હાથ.”
((હું ) કાગળ ને અડ્યો નથી અને કલમ હાથ માં પકડી નથી.)
તેમણે સ્વયં ગ્રંથ નથી લખ્યા, મોઢે થી ભાખ્યા (બોલ્યા) અને તેમના શિષ્યો એ તે લખી લીધા.
તેમના સમસ્ત વિચારો માં રામ નામ નો મહિમા પ્રતિધ્વનિત થાય છે.
કબીરા સબ જગ નિર્ધના,ધનવન્તા નહિ કોઈ,ધનવન્તા સો જાનિયે જા કે રામ-નામ સુખ હોય.
(દુનિયા ના બધા મનુષ્યો નિર્ધન છે,ધનવાળો-સુખી તે જ છે જેની પાસે રામ-નામ નું ધન છે)
તેઓ એક ઈશ્વર ને માનતા હતા.કર્મ કાંડ ના ઘોર વિરોધી હતા.
માળા ફેરત જગ હુઆ,ગયા ના મન કા મેલ, આશકા ,મણકા છોડ દે, મન કા મણકા ફેર.
(હાથમાં માળા ફેરવી ફેરવી વર્ષો વીતી જાય છે,પણ પ્રભુના દર્શન થતાં નથી,
કે મન નો મેલ દૂર થતો નથી, બુદ્ધિ સુધરતી નથી.
આ આરતી (આશ્કા) અને માળા ને છોડી દે,અને પોતાના મન ને સુધાર.)
માલા તો કરમે ફિરે,જીભ ફિરે મુખ માંહી,મનુઆ તો ચૌ દિશા ફિરે,એ તો સુમિરન નાહિ.
(માળા હાથમાં એમ નેમ ફરતી હોય,જીભ મુખમાંફરતી હોય, અને મન ચારે દિશામાં દોડતું હોય તો તે સાચું સ્મરણ નથી)