=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૪

Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૪


કબીરદાસ, યાદ રહે કે તમે શહેનશાહોના શહેનશાહ, નેક નામદાર, ખુલકના ખાવિંદ દિલ્હીશ્વર સિકંદર લોદી સામે ખડા છો ! તમે બાઅદબ બાદશાહને નમન કરો.
"બંધવા, કોણ શહેનશાહ ? કયો શહેનશાહ ? મારો તો એક જ શહેનશાહ.
અને તે પરમ કૃપાળુ પરમેશ્વર.
આ માથું એ શહેનશાહોના શહેનશાહ સિવાય બીજા કોઈ સમક્ષ નમતું નથી." કબીરે દૃઢતા પૂર્વક જણાવ્યું.
કબીરની ગુસ્તાખી જોઈ દરબારીઓમાં સોપો પડી ગયો.
અપમાનિત બાદશાહ સિકંદરની આંખોના ખૂણા લાલ થયા.
વજીરોના હાથ તલવારની મૂઠે મંડાયા.
કબીરનું માથું આંચકી લેવા એક નહીં પણ અનેક તલવારો મ્યાનમાં સળવળવા લાગી.
ત્યાં કબીરે મધુર સ્વરે ગાવા માંડ્યું -


લાલી મેરે લાલ કી ,જિત દેખું તિત લાલ.લાલી દેખન મેં ગઈ ,મેં ભી હો ગઈ લાલ.
(મારા લાલ નો મહિમા અપાર છે. જ્યાં જોઉ છું ત્યાં મને મારા લાલ (ભગવાન) જોવા મળે છે,
લાલની લાલી જોતાં જોતાં હું પોતે પણ  લાલ બની ગયો છું)


"બાદશાહ સલામત, આ બંદો આ શહેનશાહ સિવાય અન્ય કોઈ શહેનશાહને પિછાણતો નથી.
તમને શહેનશાહ તરીકે નહિ પણ તમારા માં રહેલા શહેનશાહ ના શહેનશાહ મારા લાલ ને
હું જરૂર અદબ કરી શકું,પણ તમારો અને મારો સર્વ નો શહેનશાહ એક છે.આપણે બધા તે એક જ
શહેનશાહ ના બંદા છીએ."
કબીરદાસના એ શબ્દો સાંભળી તથા એમના  સત્ય વચન સાંભળી
ઉગ્ર સિકંદરનો રોષ આપમેળે શમી ગયો.
તેણે સરદારોને મ્યાન કરવા જણાવ્યું. પોતે સિંહાસન ઉપરથી ઊઠી એ
વીરોના પણ વીર કબીર નાં વધામણાં કર્યાં.
અત્યાર સુધી જેને બધા નમતા આવ્યા હતા એ વિજેતા સિકંદરે
પોતાનું શિર કબીરદાસનાં ચરણોમાં નમાવ્યું.


આમ વિજયની કલગીથી વિભૂષિત બનીને સંત અગ્નિપરિક્ષામાંથી પાર ઉતર્યા.


સદગુરુ કબીર સાહેબે મનુષ્ય માત્ર નું એક જ ગોત્ર બતાવી વિશ્વ બંધુત્વ ની ભાવના સરળતા થી સમજાવી,જાતીય ભેદભાવ નો વિધ્વંસ કરેલો છે.


એકે પવન એક હૈ પાણી;એક મટીયા એકે કુમ્હારા,
એક સબનકા સર્જનહારા,એક ચાક સબ ચિત્ર બનાયા,
વ્યાપક એક સકલ કી જ્યોતિ,નામ ધરે કા કહીયે ભાતી.
હંસ દેહ તજી ન્યારા હોઈ,તાકર જાતિ કહહુ કોઈ


(બધા જીવો ને એક જ સર્જનહારે (કુંભારે) બનાવ્યા છે.
જેમ એકજ માટી અને એક જ પાણી માંથી કુંભાર એક જ ચાકડા (ચાક) ઉપર,જુદા જુદા વાસણો બનાવે છે.(જેમ સફેદ કાગળ પર જેમ એક જ પેન્સિલ થી (ચાકથી) જુદા જુદા ચિત્રો બને છે.)
જે જુદા જુદા વાસણો એક જ પવન થી સુકાય છે. (અહીં “એક" શબ્દ મહત્વનો છે)
તમામ જીવો (આત્માઓ) એક જ પરબ્રહ્મ (પરમાત્મા) નું સર્જન છે .
પરમાત્માની  જ્યોતિ (પ્રકાશ) એ વ્યાપક (બધે જ) છે અને તે જ જ્યોતિ (પ્રકાશ) બધા જ જીવો ની અંદર સમાયેલી છે.ખાલી નામ જુદાંજુદાં છે,પણ તેમાં નું ચૈતન્ય (આત્મા) એક જ છે.
પણ જયારે આત્મા દેહ છોડે છે ત્યારે આત્મા વગરના  રહી ગયેલ દેહ ની કોઈ નાતી -જાતિ હોતી નથી.)