ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ આકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં, (મૈ) સબ શ્વાસન કી શ્વાસ મેં,
(ઈશ્વર એ કોઈ તીર્થસ્થાન માં બેઠો નથી,કે નથી તે મૂર્તિમાં બેઠો,કે નથી કોઈ ગુફાઓ ના એકાંત સ્થાનમાં
બેઠો,ઈશ્વર નથી-મંદિર માં કે નથી મસ્જિદ માં,નથી કાશી માં કે કૈલાસ માં, નથી જપમાં કે નથી તપમાં, નથી વ્રત-ઉપવાસમાં,નથી ક્રિયા-કર્મ માં,નથી યોગમાં,નથી સન્યાસ માં,નથી પિંડમાં (શરીરમાં),નથી બ્રહ્માંડ માં,નથી આકાશ માં,નથી ભૃકુટીની ભવરગુફા(આજ્ઞાચક્ર)માં,
પણ પરમાત્મા બધા જીવો જે શ્વાસ (શક્તિ) લઈને શરીર ને જીવિત રાખી રહ્યા છે,
તે બધા જીવો ના શ્વાસ નો શ્વાસ (શક્તિ) છે.(જીવો ને શ્વાસ લેવાની શક્તિ આપનાર ઈશ્વર છે)
ટૂંકમાં એમ કહી શકાય કે શરીર ને શક્તિ આપનાર શ્વાસ છે,શ્વાસ લીધા વગર શરીર જીવી શકે નહિ,
પણ શ્વાસ કંઈ એમ નેમ લઇ શકાતો નથી,શ્વાસ લેવાની જે શક્તિ આપે છે -
તે ચૈતન્ય (આત્મા) માં ઈશ્વર વિરાજમાન છે.)
કબીર સરળ ભાષામાં કોઇ પણ સમ્પ્રદાય અને રૂઢ઼િઓની પરવા કર્યા વગર સાચી વાત કહેતા હતા.
હિંદૂ-મુસલમાન બધા સમાજમાં વ્યાપ્ત રૂઢ઼િવાદ તથા કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો.
“ધર્મ એ કંઈ ધર્મગુરૂઓ નો ઈજારો નથી. ઈશ્વર ના દરબાર માં ઊંચ નીચ ના ભેદ ભાવ નથી.
શું રામ, શું રહિમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્વ એક જ છે.નામ કેવળ જુદાં છે."
૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહાઓ દ્વારાલોકોની ધર્માંધતાને આમ પડકારતા.
કબીરની વાણી સાંભળી મોલવીઓ અને બ્રાહ્મણો છંછેડાયા. તેમને પોતાનાં આસન ડોલતાં લાગ્યાં.
કબીરની વધતી જતી લોકપ્રિયતા એ ધર્માંધો સાંખી શક્યા નહીં.
તેમનો કોઈ હિસાબે કાંટો કાઢવા તેઓ તત્પર બન્યા.
એ વેળાએ દિલ્હીમાં લોદી વંશનો સિકંદર રાજ કરે.
કબીરના વિરોધીઓની ગણતરી બાદશાહની કાનભંભેરણી કરી,
કબીરને પિંજરે નાખી, એનું નૂર હણી લેવા ની હતી.
આખરે એક દિવસ સંતને સિકંદરના દરબારમાં હાજર થવાનો હુકમ મળ્યો.
સંત બાદશાહને દરબાર પહોંચ્યા. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો એ યુગ હતો.
ત્યારે વજ્રમાંથી ઘડાયેલી કબીરની કાયા સીનો તાણીને સિકંદર લોદી સમક્ષ ખડી થઈ.