ક
- કજિયાનું મોં કાળું
- કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
- કડવો ઘૂંટડો ગળે ઊતારવો
- કપાસિયે કોઠી ફાટી ન જાય
- કપાળ જોઈને ચાંદલો કરાય
- કમળો હોય તેને પીળું દેખાય
- કમાઉ દીકરો સૌને વહાલો લાગે
- કરમ કોડીના અને લખણ લખેશરીના
- કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
- કરો કંકુના
- કરો તેવું પામો, વાવો તેવું લણો
- કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
- કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
- કાકા મટીને ભત્રીજા ન થવાય
- કાકો પરણ્યો ને ફોઈ રાંડી
- કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
- કાગડા બધે ય કાળા હોય
- કાગડો દહીંથરું લઈ ગયો
- કાગના ડોળે રાહ જોવી
- કાગનું બેસવું ને ડાળનું પડવું
- કાગનો વાઘ કરવો
- કાચા કાનનો માણસ
- કાચું કાપવું
- કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
- કાન છે કે કોડિયું?
- કાન પકડવા
- કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
- કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
- કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
- કાનાફૂંસી કરવી...............................................(આગળ ના પાન પર ચાલુ)