ક
- કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
- કામ કામને શિખવે
- કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
- કામના કૂડા ને વાતોના રૂડા
- કારતક મહિને કણબી ડાહ્યો
- કાળા અક્ષર ભેંશ બરાબર
- કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
- કાંચિડાની જેમ રંગ બદલવા
- કાંટો કાંટાને કાઢે
- કીડી પર કટક ન ઊતારાય
- કીડીને કણ અને હાથીને મણ
- કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી
- કીધે કુંભાર ગધેડે ન ચડે
- કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
- કુલડીમાં ગોળ ભાંગવો
- કુંન્ડુ કથરોટને હસે
- કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
- કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
- કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
- કૂતરું કાઢતા બિલાડું પેઠું
- કૂવામાં હોય તો અવેડામાં (હવાડામાં)આવે
- કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
- કેસરિયા કરવા
- કોઈની સાડીબાર ન રાખે
- કોઠી ધોયે કાદવ જ નીકળે
- કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો
- કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો
- કોણીએ ગોળ ચોપડવો
- કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ?
- કોથળામાં પાનશેરી રાખીને મારવો
- કોથળામાંથી બિલાડું કાઢવું
- કોના બાપની દિવાળી
- કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે
- કોલસાની દલાલીમાં કાળા હાથ
- ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?