ચ
- ચોરની દાઢીમાં તણખલું
- ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
- ચોરની માને ભાંડ પરણે
- ચોરની વાદે ચણા ઉપાડવા જવું
- ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
- ચોરને ઘેર ચોર પરોણો
- ચોરનો ભાઈ ઘંટીચોર
- ચોરી પર શીનાજોરી
- ચોળીને ચીકણું કરવું
- ચૌદમું રતન ચખાડવું
છ
- છકી જવું
- છક્કડ ખાઈ જવું
- છછૂંદરવેડા કરવા
- છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
- છાગનપતિયાં કરવા
- છાજિયા લેવા
- છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
- છાતી પર મગ દળવા
- છાપરે ચડાવી દેવો
- છાશ લેવા જવી અને દોણી સંતાડવી
- છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
- છાસિયું કરવું
- છિનાળું કરવું
- છીંડે ચડ્યો તે ચોર
- છેલ્લા પાટલે બેસી જવું
- છેલ્લું ઓસડ છાશ
- છોકરાંને છાશ ભેગા કરવા
- છોકરાંનો ખેલ નથી
- છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
- છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય