- ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
- ઘરની ધોરાજી ચલાવવી
- ઘરમાં વાઘ બહાર બકરી
- ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
- ઘરે ધોળો હાથી બાંઘવો
- ઘા પર મીઠું ભભરાવવું
- ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
- ઘી ઢોળાયું તો ખીચડીમાં
- ઘી-કેળાં થઈ જવા
- ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
- ઘેર ઘેર માટીના ચૂલા
- ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
- ઘોડે ચડીને આવવું
- ઘોરખોદિયો
- ઘોંસ પરોણો કરવો
ચ
- ચકલી નાની ને ફૈડકો મોટો
- ચકીબાઈ નાહી રહ્યાં
- ચડાઉ ધનેડું
- ચપટી ધૂળની ય જરૂર પડે
- ચપટી મીઠાની તાણ
- ચમડી તૂટે પણ દમડી ન છૂટે
- ચમત્કાર વિના નમસ્કાર નહિ
- ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
- ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
- ચાદર જોઈને પગ પહોળા કરાય
- ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
- ચાલતી ગાડીએ ચડી બેસવું
- ચીભડાના ચોરને ફાંસીની સજા
- ચીંથરે વીંટાળેલું રતન
- ચેતતો નર સદા સુખી
- ચોર કોટવાલને દંડે
- ચોર પણ ચાર ઘર છોડે.............................(આગળ ના પાન પર ચાલુ)