જ
- જેના લગન હોય તેના જ ગીત ગવાય
- જેના હાથમાં તેના મોંમા
- જેની લાઠી તેની ભેંસ
- જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
- જેનું ખાય તેનું ખોદે
- જેનું નામ તેનો નાશ
- જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
- જેને રામ રાખે તેને કોણ ચાખે
- જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
- જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
- જેવા સાથે તેવા
- જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
- જેવી સોબત તેવી અસર
- જેવું કામ તેવા દામ
- જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
- જેવો દેશ તેવો વેશ
- જેવો સંગ તેવો રંગ
- જોશીના પાટલે અને વૈદના ખાટલે
- જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
- જ્યાં ચાહ ત્યાં રાહ
- જ્યાં સંપ ત્યાં જંપ
- જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ
ઝ
- ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
- ઝાઝા હાથ રળિયામણા
- ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
- ઝાઝી કીડી સાપને ખાઈ જાય
- ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
- ઝેરના પારખા ન હોય