ટ
- ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
- ટાઢા પહોરની તોપ ફોડવી
- ટાઢા પાણીએ ખસ ગઈ
- ટાલિયા નર કો'ક નિર્ધન
- ટાંટીયાની કઢી થઈ જવી
- ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
- ટેભા ટૂટી જવા
- ટોપી ફેરવી નાખવી
ઠ
- ઠરીને ઠામ થવું
- ઠરીને ઠીંકરું થઈ જવું
- ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
- ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે
ડ-ઢ
- ડહાપણની દાઢ ઊગવી
- ડાકણેય એક ઘર તો છોડે
- ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
- ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
- ડાંગે માર્યા પાણી જુદા ન પડે
- ડીંગ હાંકવી
- ડીંડવાણું ચલાવવું
- ડુંગર દૂરથી રળિયામણા
- ડૂબતો માણસ તરણું પકડે
- ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
- ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
- ઢાંકો-ઢૂંબો કરવો
ત
- તમાચો મારી ગાલ લાલ રાખવો
- તમાશાને તેડું ન હોય
- તલપાપડ થવું
- તલમાં તેલ નથી
- તલવારની ધાર ઉપર ચાલવું
- ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ........(આગળ ના પાન પર ચાલુ)