=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-sant Kabir-Gujrati-કબીર- સંત કબીર-૬

Kabir-sant Kabir-Gujrati-કબીર- સંત કબીર-૬



આવા અહિંસા ના ઉપાસક કબીરજી કહે છે કે.....
માંસ માંસ સબ એક હૈ,મુરઘી,હીરની,ગાય, આંખ દેખી નર ખાત હૈ,તે નર નરક હી જાય.
(બધાંમાંસ એક સરખાં છે.પછી તે મરઘી,હરણી કે ગાય નું હોય.
એવું આંખો થી જોઈ ને પણ જે માણસ માંસ ખાય છે તે અવશ્ય નરક જાય છે.)


તિલ ભર મછલીખાય કે,કોટી ગૌ કે દાન. કાશી કરવટ લે મરો,તો ભી નરક નિદાન.
(તલભાર માછલી ખાઈ અને કરોડો ગાયોનું દાન આપો કે
કાશી માં કરવત મુકાવી મરો તો પણ નર્ક નક્કી છે.)
બકરી પાતી ખાત હૈ,તાકો કાઢી ખાલ.જો બકરી કો ખાત હૈ,તીન કા કોન હવાલ.
કહતા હું કહી જાત હું,કહા જો માન હમાર.જાકા ગલા તુમ કાટી દો,સો ફિર કાટે તુમ્હાર.
(બકરી પત્તી (ઘાસ-પાન) ખાય છે.અને તેનું (બકરીનું) ગળું કાપી ખાલ કાઢી તું ખાય છે,
તો તારી શું દશા થશે? (તને કોણ ખાશે?)
હું તને કહી રહ્યો છું ,મારું કહેવું માન,તું જેનું ગળું કાપે છે તે પછી થી તારું ગળું કાપશે.)


કબીર ને અભ્યાસ કરવા ની તક મળી નહોતી છતાં તેઓ તીવ્ર બુધ્ધિશાળી અને નિરાભિમાની જ્ઞાની ભક્ત હતા.”નામ” માં (રામ-નામ માં) અતુટ શ્રદ્ધા ધરાવતા હતા.
તેઓ કહે છે.
“હૈ કોઈ રામ નામ બતાવે બસ્તું અગોચર મોહી લખાવે.
રામ નામ સબ કોઈ બખાને,રામ નામ કા મરમ ન જાને.
ઉપર કી મોહી બાત ન ભાવે, દેખે ગાવે તો સુખ પાયે.
કહત કબીર કહત ન આવે,પરચા બીના મરમ કો પાવે”


(એવી કોઈ નામ (નામ-બ્રહ્મ) રૂપી વસ્તુ છે જે મને ઈશ્વર ના દર્શન કરાવે છે, અને
સમજી શકાય ના તેવી (અગોચર) વસ્તુ મારા પાસે લખાવે છે,જેને લોકો સમજતા નથી,
અને માત્ર રામ-નામ ના વખાણ તેનો મર્મ જાણ્યા વગર  જ કર્યે  જાય છે,
આ વાત મને બિલકુલ ગમતી નથી.
તે (નામ-બ્રહ્મ રૂપી) ઈશ્વર ના દર્શન થાય,ઈશ્વર નો અનુભવ (પરચો) થાય,
તો જ આ નામ નો (રામ-નામ નો) સાચો મર્મ (સાચું રહસ્ય) સમજી શકાય તેમ છે)

સંતોના મતાનુસાર આ જ નામ (રામ-નામ) આદિનામ છે.જે પરમાત્માની પરમ સત્તા અથવા શક્તિ છે. આ નામ (નામ-બ્રહ્મ) સાથે સાધક એકમેક થઈને પરમાત્મામાં (બ્રહ્મ માં)  સમાઈ શકે છે.