=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૭

Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૭



એક સમયે રામાનંદજીએ (ગુરુએ) પૂજા કરતી વખતે મુર્તિના માથે મુગટ પહેરાવ્યો,
પરંતુ હાર પહેરાવવાનું ભૂલી ગયા. હાર ટૂંકો હોવાથી મુગટ ઉપરથી ગળામાં આવી ન શક્યો.


એ સમયે ઓરડીની બહાર બેઠેલા કબીરે જણાવ્યું કે, 'ગુરુજી, ગાંઠ છોડી હાર પહેરાવો.'
(સગુણ બ્રહ્મમાં જ  માત્ર પરમાત્મા છે, (માત્ર મૂર્તિ માં જ ઈશ્વર છે) તેવી જે જ્ઞાન ની ગાંઠ
પડી છે તેનાથી નિર્ગુણ-નિરાકાર બ્રહ્મ જે સકળ બ્રહ્માંડ માં વ્યાપ્ત છે તેને પામી શકાતું નથી)


ત્યારે રામાનંદજીને લાગ્યું કે, આ કબીર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ બ્રહ્મ (પરમાત્મા) ને પામેલ એક
અનુભવી ઉચ્ચ આત્મા છે. તેનાથી હવે અંતર કેવું? અને કબીરને રામાનંદજીએ છાતીસરસા ચાંપ્યા.


સર્વાનંદ નામના એક વિદ્વાને કેટલાય પ્રખર વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં હરાવેલ,
જેથી તેણે પોતાનું નામ સર્વાનંદ બદલીને સર્વજિત રાખેલ.
તે સર્વજીત ની માતાએ કબીરના સત્સંગમાં આવી “નામદાન” લીધેલું..


માતાએ એક દિવસ સર્વજીત (સર્વાનંદ) ને કહ્યું કે, 'બેટા, તું કબીરને શાસ્ત્રાર્થમાં હરાવે તો જ ખરો.'
સર્વજિત બળદ ઉપર પોતાનાં શાસ્ત્રો લાદીને કબીરના ઘરે આવીને પૂછયું, 'આ કબીરનું ઘર છે?'


કબીર તે સમયે બહાર ગયા હતા, પણ
તેમની પુત્રી કમાલી પુસ્તકોથી લદાયેલા બળદને જોઈ બોલી, 'આ કબીરનું ઘર નથી”


' કબીર કા ઘર શિખર પર, જહાં સિલહિલી ગૈલ, પાંવ ન ટિકે પપીલ કા, પંડિત લાદે બૈલ.
(કબીર નું ઘર તો એક એવી ટોચ (શિખર) પર છે (કબીર પરમાત્મા ની ટોચ ને પામેલા છે અને
પરમાત્મા સાથે ના ટોચ ના ઘરમાં વિરાજે છે) કે તે ટોચ સુધી જવાનો રસ્તો એવો દુર્ગમ છે,
કે તે રસ્તા પર પંખી નો પણ પગ ટકે તેવો નથી,તો બળદ ઉપર શાસ્ત્રો લાદીને પંડિતો ત્યાં કેમ પહોંચી શકે ??? અહીં કહેવા માગે છે કે માત્ર શાસ્ત્રો ના જ્ઞાનથી ઈશ્વર ના સ્થાન સુધી પહુંચી શકાય નહિ)


એવામાં કબીર આવ્યા. સર્વજિતના પડકારની વાત સાંભળીને કહ્યું કે,-
પોતે એક સામાન્ય અભણ વણકર છે. હું તમને શાસ્ત્રાર્થમાં હરાવી શકું નહીં.


સર્વજિતે કહ્યું, જો હાર કબૂલતા હો તો લખી આપો.
કબીર કહે, મને તો લખતાંય નથી આવડતું. માત્ર સહી કરીશ. તું જાતે લખ.
જ્યારે સર્વજિતે લખ્યું કે, 'સર્વજિતે કબીરને હરાવ્યા છે.' કબીરે તેના પર પોતાના હસ્તાક્ષર કર્યા.


સર્વજિતે ઘેર આવી કાગળ પોતાની માતાને બતાવ્યો. માતાએ જોયું તો 'કબીરે સર્વજિતને હરાવ્યો છે.'


પોતે લખવામાં ભૂલ કરી હશે તેમ માની ફરી સર્વજિતે કાશી જઈ કબીરની પાસે પુનઃ બીજા કાગળ ઉપર હસ્તાક્ષર કરાવ્યા ને પોતાની માતાને કાગળ વંચાવ્યો.


આ વખતે પણ કાગળમાં એવું લખાણ હતું કે, 'કબીરે સર્વજિતને હરાવ્યો છે.'
ત્યારે માતાએ કહ્યું કે-તને તારા જ્ઞાન નું અભિમાન છે. કબીર નમ્ર છે.


અભિમાન ક્યારેય નમ્રતા ઉપર વિજય મેળવતું નથી

અને સર્વજિતમાં કબીરના સત્સંગથી પરિવર્તન આવ્યું. “નામદાન” લઈ કબીરનો શિષ્ય બની ગયો.