(મને ક્યાં શોધે છે-આ તો હું રહ્યો તારી પાસે જ-તારા શ્વાસ રૂપે-
તને શ્વાસ લેવાની શક્તિ આપનાર તરીકે)
ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં,
(મારું કોઈ એક નિશ્ચિત સ્થાન નથી,જગતની કોઈ એવી ચીજ નથી જેમાં હું રહેલો નથી
અને તેમ છતાં હું સીધે સીધો તેમાં રહેલો નથી -પણ.
દૂધ માં જેમ માખણ રહેલું છે-તેમ હું સર્વ માં રહેલો છું)
(મૈ) સબ શ્વાસન કી શ્વાસ મેં,
(હરેક ક્ષણે જીવો જે શ્વાસ લઇ રહ્યા છે-તેમનો હું શ્વાસ છું-તેમના શ્વાસ ની હું શક્તિ છું)
ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,
કહહિં કબીર સુનો ભાઈ સાધો,
(મને કોઈ ખરેખર ખોળવા નો પ્રયત્ન કરે અને -એક ક્ષણ માટે પણ જો તલાશ કરે તો -
હું મળી જાઉં તેમ જ છું)
મૈં તિ હૂં વિશ્વાસ મેં.
(જો મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી -જો મારી પાછળ પડી ને
મને ખોળે તો-મારા વિષે વિચારે તો--હું ત્યાંજ -તેમની પાસે જ છું.
શ્વાસ લેવાની શક્તિ તને કોણ આપે છે ?
તારા શ્વાસ નો શ્વાસ -એટલે કે -
જીવ જીવે છે-શ્વાસ ની શક્તિ થી,અને જીવ ને શ્વાસ લેવાની જે શક્તિ આપે છે-
તે શ્વાસ નો શ્વાસ હું છું.....તે શ્વાસ ની શક્તિ હું છું.
એટલે કે પ્રત્યેક જીવ ના આત્મા માં હું વિરાજેલો છું.અને આત્મા ને (પરમાત્મા ને)
ખોળવો-હોય તો-
જરૂર છે-શ્રદ્ધા-આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસની-અને એક પ્રયત્ન ની........)
ચલતી ચક્કી દેખકર દિયા કબીરા રોય,
દુઈ પાટનકે બીચ મેં સાબુત ભયા ન કોઈ.
(જગત માં ચાલતા નાત-જાત ના,ધર્મ-અધર્મ ના,સંપ્રદાય ના,ગુરુઓના,વગેરે ના વાડાઓ ની અને
એવી વિધ વિધ જાતની એકબીજાથી વિરુદ્ધ હોય તેવા બે પથ્થરો ની એક જાણે ચક્કી (ઘંટી) ચાલે છે તે જોઈ ને કબીર ને રડવું આવે છે.અને આ ચક્કી (ઘંટી)ના બે પથ્થર ની વચ્ચે ફસાયેલાઓ પોતાની જાત ને કેવી રીતે સાચવી (સાબુત) શકે?? તેઓ પિસાઈ જ જવાના)
NEXT PAGE
|