ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
વ
- વિનાશકાળે વિપરીત બુદ્ધિ
- વિશ્વાસે વહાણ તરે
- વીસનખી વાઘણ
- વીંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
- વેંત એકની જીભ
શ
- શંકા ભૂત અને મંછા ડાકણ
- શાંત પાણી ઊંડા હોય
- શાંતિ પમાડે તે સંત
- શિયા-વિયા થઈ જવું
- શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
- શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો
- શીરા માટે શ્રાવક થવું
- શીંગડા, પૂંછડા વિનાનો આખલો
- શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
- શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
- શેઠની શિખામણ ઝાંપા સુધી
- શેર માટીની ખોટ
- શેરના માથે સવા શેર
- શોભાનો ગાંઠીયો
સ
- સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
- સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
- સક્કરવાર વળવો
- સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ
- સત્તર પંચા પંચાણું ને બે મૂક્યા છૂટના, લાવો પટેલ સોમાં બે ઓછા
- સત્તા આગળ શાણપણ નકામું
- સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
- સદાનો રમતારામ છે
- સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
- સળગતામાં હાથ ઘાલો તો હાથ તો દાઝે જ ને
- સંઘર્યો સાપ પણ કામ આવે
- સંતોષી નર સદા સુખી........................(આગળ ના પાન પર ચાલુ)