હ-ક્ષ
- હલકું લોહી હવાલદારનું
- હવનમાં હાડકાં હોમવા
- હવેલી લેતા ગુજરાત ખોઈ
- હસવામાંથી ખસવું થવું
- હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
- હસે તેનું ઘર વસે
- હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
- હળાહળ કળજુગ
- હાથ ઊંચા કરી દેવા
- હાથના કર્યા હૈયે વાગ્યા
- હાથમાં આવ્યું તે હથિયાર
- હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
- હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
- હાથીની પાછળ કૂતરા ભસે
- હાર્યો જુગારી બમણું રમે
- હિંમતે મર્દા તો મદદે ખુદા
- હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
- હું પહોળી ને શેરી સાંકડી
- હું મરું પણ તને રાંડ કરું
- હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?
- હુતો ને હુતી બે જણ
- હૈયા ઉકલત
- હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
- હૈયે છે પણ હોઠે નથી
- હૈયે રામ વસવા
- હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
- હોળીનું નાળિયેર
- ક્ષમા વીરનું ભૂષણ છે
અ
- અક્કરમીનો પડીઓ કાંણો
- અક્કલ ઉધાર ન મળે
- અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
- અચ્છોવાના કરવાં
- અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ
- અજાણ્યો અને આંધળો બેઉ સરખા
- અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય......(આગળ ના પાન પર ચાલુ)