અ
- અતિ ચીકણો બહુ ખરડાય
- અતિ લોભ તે પાપનું મૂળ
- અણીનો ચૂક્યો સો વરસ જીવે
- અધૂરો ઘડો છલકાય ઘણો
- અન્ન અને દાંતને વેર
- અન્ન તેવો ઓડકાર
- અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
- અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
- અવળે અસ્ત્રે મૂંડી નાખવો
- અંગૂઠો બતાવવો
- અંજળ પાણી ખૂટવા
- અંધારામાં તીર ચલાવવું
- અંબાડીએ બેસીને છાણાં ન વિણાય
આ-ઈ
- આકાશ પાતાળ એક કરવા
- આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
- આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
- આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
- આજ રોકડા, કાલ ઉધાર
- આજની ઘડી અને કાલનો દી
- આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
- આદુ ખાઈને પાછળ પડી જવું
- આપ ભલા તો જગ ભલા
- આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
- આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
- આપ સમાન બળ નહિ
- આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
- આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
- આફતનું પડીકું
- આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
- આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
- આમલી પીપળી બતાવવી
- આરંભે શૂરા
- આલાનો ભાઈ માલો.................(આગળ ના પાન પર ચાલુ)