=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૦

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૦








હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;


જેની સુરતા  શામળિયા સાથ,  વદે વેદ વાણી રે……………..હરિને…


વહાલે  ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;


વિભીષણને  આપ્યું રાજ, રાવણ  સંહાર્યો રે. ……………….. હરિને…


વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;


ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે………... હરિને…


વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;


પંચાળીનાં  પૂર્યાં  ચીર,  પાંડવકામ  કીધાં  રે,.......................  હરિને…


વહાલે આગે  સંતોનાં કામ, પૂરણ  કરિયાં રે;


ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે……………….. હરિને…