=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૩

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૩



http://www.somsangrah.com/2014/01/gujarati-bhajan-narsinh-mehata_24.html

અમે મૈયારા રે, ગોકુળ ગામનાં.
મારે મહિ વેચવાને જાવામૈયારા રે……….. ગોકુળ ગામનાં


મથુરાની વાટ મહિ વેચવાને નીસરી,
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી.
હેજી, મારે દાણ દેવા, નઇ લેવા, મૈયારા રે… ગોકુળ ગામના


યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો,
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો.
હેજી, મારે જાગી જોવું ને જાવું. મૈયારા રે….. ગોકુળ ગામનાં


માવડી જશોદાજી કાનજીને વાળો,
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો.
હેજી, મારે દુ:ખ સહેવા નઇ કેહવા,મૈયારા રે… ગોકુળ ગામનાં


નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી,
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી.
નિર્મળ હૈયાની વાત કહેવા, મૈયારા રે……….. ગોકુળ ગામના