=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૪

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૪





આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને ,
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.


આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને……... શેરી..


આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને,
દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને…………….શેરી..


આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને…. શેરી..


આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને ,
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને…. શેરી..


આ રમત-દેશું સોગઠી ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને……. શેરી..


આ પોઢણ દેશું ઢોલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને…….’ શેરી..


આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને… શેરી..