=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૫

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૫





 


આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે;
નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે.


એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે;
તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ-રાગણી માંહે ઘૂમે.


સોળ કલાનો શશિયર શિર પર,ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;
ધીર સમીરે જમુના તીરે, તનના તાપ ત્રિવિધ શમે.


હરખ્યા સુરનર દેવ મુનિજન, પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;
ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી, એને કાજે જે દેહ દમે.