જોજન ભરિ તેહિં બદનુ પસારા, કપિ તનુ કીન્હ દુગુન બિસ્તારા.
સોરહ જોજન મુખ તેહિં ઠયઊ, તુરત પવનસુત બત્તિસ ભયઊ.
જસ જસ સુરસા બદનુ બઢ઼ાવા, તાસુ દૂન કપિ રૂપ દેખાવા.
સત જોજન તેહિં આનન કીન્હા, અતિ લઘુ રૂપ પવનસુત લીન્હા.
જેમ જેમ સુરસાએ મોઢું વધાર્યું,તેમ તેમ હનુમાનજી એ તેનાથી બમણું રૂપ બતાવ્યું.
તેણે સો યોજન(ચારસો કોશ) નું મુખ કર્યું ,ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ લીધું;
બદન પઇઠિ પુનિ બાહેર આવા,માગા બિદા તાહિ સિરુ નાવા.
મોહિ સુરન્હ જેહિ લાગિ પઠાવા, બુધિ બલ મરમુ તોર મૈ પાવા.
અને તેના મુખમાં પેસી તરત જ બહાર આવ્યા અને તેણે મસ્તક નમાવી વિદાય માગી.
(ત્યારે સુરસાએ કહ્યું )મેં તમારા બુદ્ધિબળ નું રહસ્ય જાણ્યું છે, જેના માટે દેવોએ મને મોકલી હતી.
દોહા
રામ કાજુ સબુ કરિહહુ તુમ્હ બલ બુદ્ધિ નિધાન,
આસિષ દેહ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન(૨)
તમે શ્રી રામચંદ્રજીના સર્વ કાર્યો કરશો; કારણ કે તમે બળ- બુદ્ધિ ના ભંડાર છો,
એવી આશિષ દઈ તે ગઈ ,ત્યારે હનુમાનજી હર્ષિત થઇ ચાલ્યા.(૨)
ચોપાઈ
નિસિચરિ એક સિંધુ મહુરહઈ, કરિ માયા નભુ કે ખગ ગહઈ.
જીવ જંતુ જે ગગન ઉડ઼ાહીં, જલ બિલોકિ તિન્હ કૈ પરિછાહીં.
ગહઇ છાહસક સો ન ઉડ઼ાઈ, એહિ બિધિ સદા ગગનચર ખાઈ.
ગહઇ છાહસક સો ન ઉડ઼ાઈ, એહિ બિધિ સદા ગગનચર ખાઈ.
સોઇ છલ હનૂમાન કહકીન્હા, તાસુ કપટુ કપિ તુરતહિં ચીન્હા.
સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી.તે માયા કરી આકાશમાં ઉડતા પક્ષીઓને પકડતી હતી.
આકાશમાં જે જીવ જંતુ ઉડતા,તેઓના પડછાયા જળ માં જોઈને,તે પડછાયાથી પકડતી,જેથી તે ઉડી શકતાં નહિ
(અને જળમાં પડી જતાં)એ પ્રકારે તે સદા આકાશમાં ઉડનારા જીવોને ખાતી હતી.
તેણે તે જ છળ હનુમાનજી તરફ કર્યું,હનુમાનજીએ તરતજ તેનું કપટ જાણ્યું.
તાહિ મારિ મારુતસુત બીરા, બારિધિ પાર ગયઉ મતિધીરા.
તહાજાઇ દેખી બન સોભા, ગુંજત ચંચરીક મધુ લોભા.
ધીર બુદ્ધિવાળા પવનપુત્ર વીર હનુમાનજી તેને મારી સમુદ્રની પાર ગયા.
ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ,પુષ્પ રસના લોભથી ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા.
નાના તરુ ફલ ફૂલ સુહાએ, ખગ મૃગ બૃંદ દેખિ મન ભાએ.
સૈલ બિસાલ દેખિ એક આગેં, તા પર ધાઇ ચઢેઉ ભય ત્યાગેં.
અનેક પ્રકારનાં વૃક્ષો ફળ-ફૂલથી શોભી રહ્યાં હતા.પક્ષીઓ તથા પશુઓનો સમૂહ જોઈ મનમાં તે પ્રસન્ન થયા.
સામે એક વિશાળ પર્વત જોઈ, હનુમાનજી ભય ત્યજી ,દોડી ને તેના પર ચઢ્યા.
ઉમા ન કછુ કપિ કૈ અધિકાઈ, પ્રભુ પ્રતાપ જો કાલહિ ખાઈ.
ગિરિ પર ચઢિ લંકા તેહિં દેખી, કહિ ન જાઇ અતિ દુર્ગ બિસેષી.
અતિ ઉતંગ જલનિધિ ચહુ પાસા, કનક કોટ કર પરમ પ્રકાસા.
અતિ ઉતંગ જલનિધિ ચહુ પાસા, કનક કોટ કર પરમ પ્રકાસા.
(શંકર કહે છે ) હે પાર્વતી ! એમાં વાનર હનુમાનજી ની કંઈ મોટાઈ નથી.
તે પ્રભુનો પ્રતાપ છે,જે કાળને પણ ખાય છે.
પર્વત પર ચઢી તેમણે લંકા જોઈ,તેનું વર્ણન થઇ શકતું નથી.
કિલ્લો ઘણો મોટો અને અતિ ઉંચો હતો,તેની ચારે બાજુ સમુદ્ર હતો.સોનાના કોટનો ઘણો જ પ્રકાશ હતો.