=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-03

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-03


(છંદ) 
કનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના,
ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના.
ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથિન્હ કો ગનૈ,
બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ.(૧)
તે સોનાનો કોટ રંગ બેરંગી મણીઓ થી જડેલો હતો.તેની અંદર ઘણાં સુંદર ઘર, ચૌટાં,બજારો, સુંદર માર્ગો
અને ગલીઓ હતી.સુંદર નગર ઘણા પ્રકારે શણગારેલું હતું.
હાથી,ઘોડા,ખચ્ચરો ના સમૂહ,પાય દળ અને રથોના સમૂહ કોણ ઘણી શકે?
અનેક  રૂપો વાળા રાક્ષસો ના ટોળાં હતાં,તેની અત્યંત બળવાન સેના વર્ણવી શકાતી નથી. (૧)


બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહીં,
નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં.
કહુમાલ દેહ બિસાલ સૈલ સમાન અતિબલ ગર્જહીં,
નાના અખારેન્હ ભિરહિં બહુ બિધિ એક એકન્હ તર્જહીં(૨)
વન,બાગ,ઉપવન,ફૂલવાડી,તળાવ,કુવા અને વાવડીઓ સુશોભિત હતી.
મનુષ્યો,નાગો, દેવો અને ગંધર્વો ની કન્યાઓ સૌંદર્ય થી મુનિઓના મનને મોહ પમાડતી હતી.
કોઈ સ્થળે પર્વત સમાન વિશાળ શરીર વાળા  અતિ બળવાન મલ્લો ગર્જી રહ્યા હતા.
તેઓ અનેક અખાડાઓમાં ઘણા પ્રકારે લડતા હતા અને એક બીજાને પડકારતા હતા.(૨)


કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુદિસિ રચ્છહીં,
કહુમહિષ માનષુ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં.
એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી,
રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી(૩)
ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધાઓ યત્નપૂર્વક  ઘણી જ સાવધાનીથી નગરની ચારે દિશાઓમાં રક્ષા કરતા હતા.
ક્યાંક દુષ્ટ રાક્ષસો પાડાઓને,મનુષ્યોને,ગાયોને,ગધેડાંઓને તથા બકરાંને ખાતા હતા.
તુલસીદાસજી કહે છે કે તેઓ અવશ્ય રઘુવીર શ્રી રામચંદ્રજીના બાણ રૂપી તીર્થમાં શરીરો છોડી પરમ ગતિ
પામશે,માટે તેમની કથા કંઈક થોડી કહી છે??(૩)


દોહા.
પુર રખવારે દેખિ બહુ કપિ મન કીન્હ બિચાર,
અતિ લઘુ રૂપ ધરૌં નિસિ નગર કરૌં પઇસાર.(૩)
નગરના ઘણા રક્ષકોને જોઈ હનુમાનજી એ મનમાં વિચાર કર્યો કે ,
અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રે નગરમાં પ્રવેશ કરું.(૩)
ચોપાઈ

મસક સમાન રૂપ કપિ ધરી। લંકહિ ચલેઉ સુમિરિ નરહરી.
નામ લંકિની એક નિસિચરી। સો કહ ચલેસિ મોહિ નિંદરી.
હનુમાનજી મચ્છર જેવડું રૂપ ધરી ,મનુષ્યરૂપ રામચંદ્રજીનું સ્મરણ કરીને લંકા તરફ ચાલ્યા.
(લંકાના દ્વાર પર) લંકિની નામની એક રાક્ષસી હતી,
તે બોલી મારો અનાદર કરી (મને પૂછ્યા વિના) ક્યાં ચાલ્યો જાય છે?

જાનેહિ નહીં મરમુ સઠ મોરા, મોર અહાર જહાલગિ ચોરા.
મુઠિકા એક મહા કપિ હની, રુધિર બમત ધરનીં ઢનમની.
રે  શઠ ! તું મારો ભેદ (ખરું રહસ્ય) નથી જાણતો, જેટલા ચોર છે  તેઓ બધા મારો ખોરાક છે.
મહા કપિ હનુમાનજીએ તેને એક મુક્કો માર્યો. જેથી તે લોહી આંકતી ધરણી પર ઢળી પડી.

પુનિ સંભારિ ઉઠિ સો લંકા, જોરિ પાનિ કર બિનય સંસકા.
જબ રાવનહિ બ્રહ્મ બર દીન્હા, ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા.
ફરી તે લંકિની સંભાળીને ઊઠી અને શંકા યુક્ત થઇ,(ભય પામી)હાથ જોડી વિનંતી કરવા લાગી: 
રાવણને જયારે બ્રહ્મા એ વરદાન આપ્યું હતું,
ત્યારે જતી વેળા તેમણે મને રાક્ષસોના વિનાશનું આ ચિન્હ કહ્યું હતું કે,-

          INDEX PAGE
       NEXT PAGE