=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-0૫

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-0૫રામ રામ તેહિં સુમિરન કીન્હા, હૃદયહરષ કપિ સજ્જન ચીન્હા.
એહિ સન હઠિ કરિહઉપહિચાની, સાધુ તે હોઇ ન કારજ હાની.
તેમણે(વિભીષણે) રામ રામ નું સ્મરણ (ઉચ્ચારણ) કર્યું.
હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હદયમાં હર્ષિત થયા.(હનુમાનજીએ વિચાર્યું કે )
આની સાથે પરાણે પણ ઓળખાણ કરું,કેમકે સજ્જન દ્વારા કાર્યની હાની થતી નથી. (પણ લાભ જ થાય છે.)


બિપ્ર રુપ ધરિ બચન સુનાએ, સુનત બિભીષણ ઉઠિ તહઆએ.
કરિ પ્રનામ પૂછી  કુસલાઈ, બિપ્ર કહહુ નિજ કથા બુઝાઈ.
બ્રાહ્મણ નું રૂપ ધરી હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યાં (બોલાવ્યા).
તે સાંભળતા  જ વિભીષણ ઊઠી ત્યાં આવ્યા. પ્રણામ કરી કુશળ પૂછ્યું  (કહ્યું કે )
હે  બ્રાહ્મણ  ! આપની કથા સમજાવીને કહો.


કી તુમ્હ હરિ દાસન્હ મહકોઈ, મોરેં હૃદય પ્રીતિ અતિ હોઈ.
કી તુમ્હ રામુ દીન અનુરાગી, આયહુ મોહિ કરન બડ઼ભાગી.
શું તમે હરિ ભક્તો માંના કોઈ છો? કેમ કે આપને જોઈ મારાં હૃદય માં અત્યંત પ્રેમ થાય છે.
અથવા આપ દીનજનો પ્રત્યે પ્રેમ વાળા શ્રી રામ( પોતેજ ) છો ? કે
મને મહા ભાગ્યશાળી બનાવવા (ઘેર બેઠા) દર્શન દઈ કુતાર્થ કરવા આવ્યા છો?
(દોહા)
તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ.
સુનત જુગલ તન પુલક મન મગન સુમિરિ ગુન ગ્રામ.(૬)
તે વખતે હનુમાનજીએ શ્રીરામચંદ્રજી ની બધી કથા કહી પોતાનું નામ બતાવ્યું (તે)
સાંભળતાં જ બન્નેનાં શરીર પુલકિત થયાં અને શ્રી રામના ગુણ સમૂહોનું સ્મરણ કરી
બન્નેનાં મન પ્રેમ તથા આનંદ માં મગ્ન થયાં.(૬)


ચોપાઈ
સુનહુ પવનસુત રહનિ હમારી, જિમિ દસનન્હિ મહુજીભ બિચારી.
તાત કબહુમોહિ જાનિ અનાથા, કરિહહિં કૃપા ભાનુકુલ નાથા.
(વિભીષણે કહ્યું) હે પવન પુત્ર ! મારી રહેણી સાંભળો . જેમ દાંત ની વચ્ચે બિચારી જીભ રહે ,
તેમ હું અહી રહું છું.હે તાત ! મને અનાથ જાણી સુર્ય કુળ ના નાથ શ્રી રામચંદ્રજી (શું મારા પર )કદી કૃપા કરશે?


તામસ તનુ કછુ સાધન નાહીં, પ્રીતિ ન પદ સરોજ મન માહીં.
અબ મોહિ ભા ભરોસ હનુમંતા, બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા.
મારું શરીર તામસ (રાક્ષસી) હોવાથી (મારાથી) કંઈ (ધર્મ)સાધન તો થઇ શકતું જ નથી,
તેમ મનમાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળો વિષે પ્રેમ પણ નથી,
પરંતુ હે હનુમાન ! હવે મને વિશ્વાસ થયો કે શ્રી રામચંદ્ર ની મારા પર કૃપા છે.
કેમ કે શ્રી હરિની કૃપા વિના સંત મળતા નથી.


જૌ રઘુબીર અનુગ્રહ કીન્હા, તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા.
સુનહુ બિભીષન પ્રભુ કૈ રીતી, કરહિં સદા સેવક પર પ્રીતી.
જો શ્રી રઘુવીરે કૃપા કરી, તો આપે મને હઠ કરીને (પોતાના તરફ થી પણ) દર્શન દીધાં.( હનુમાનજીએ કહ્યું):
હે ! વિભીષણ ! સાંભળો , પ્રભુની આ રીત છે કે , તે સેવક પર સદા પ્રેમ જ કરે છે.


કહહુ કવન મૈં પરમ કુલીના, કપિ ચંચલ સબહીં બિધિ હીના.
પ્રાત લેઇ જો નામ હમારા, તેહિ દિન તાહિ ન મિલૈ અહારા.
(તમે જેમ તામસી કુળ માં જન્મ્યા છો,તેમ) કહો હું કયો મોટો કુલીન છું ?(જાતિનો ) ચંચળ વાનર છું
અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાત:કાળમાં જે અમારું (વાનરો નું )નામ લે ,તેને તે દિવસે ભોજન પણ ન મળે.          INDEX PAGE
       NEXT PAGE