Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-0૪

બિકલ હોસિ તૈં કપિ કેં મારે, તબ જાનેસુ નિસિચર સંઘારે.
તાત મોર અતિ પુન્ય બહૂતા, દેખેઉનયન રામ કર દૂતા.
જયારે તું વાનરના મારથી વ્યાકુળ થાય, ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણજે.
હે તાત ! મારાં ઘણાં જ પુણ્ય છે કે, મેં શ્રી રામચંદ્રજી ના દૂત (આપ)ને નેત્રોથી જોયા.  
(દોહા) 
તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધરિઅ તુલા એક અંગ.
તૂલ ન તાહિ સકલ મિલિ જો સુખ લવ સતસંગ.(૪)
હે તાત ! સ્વર્ગ તથા મોક્ષના સર્વ સુખોને ત્રાજવાં ના એક પલ્લામાં રખાય,
તો પણ તે બધાં મળી (બીજા પલ્લામાંરાખેલા) આ સુખની બરાબર થઇ શકતા નથી
કે જે ક્ષણ માત્રના સત્સંગ થી થાય છે.(૪)

ચોપાઈ

પ્રબિસિ નગર કીજે સબ કાજા, હૃદયરાખિ કૌસલપુર રાજા.
ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ, ગોપદ સિંધુ અનલ સિતલાઈ.
અયોધ્યાપુરીના રાજા શ્રી રામચંદ્રજીને હૃદયમાં રાખી નગરમાં પેસી સર્વ કામ કરજો.
તેમને માટે વિષ અમૃત થાય છે,શત્રુ મિત્રતા કરે છે,સમુદ્ર ગાય ના પગલા જેવડો અને શીતળ બને છે.


ગરુડ઼ સુમેરુ રેનૂ સમ તાહી, રામ કૃપા કરિ ચિતવા જાહી.
અતિ લઘુ રૂપ ધરેઉ હનુમાના, પૈઠા નગર સુમિરિ ભગવાના.
અને હે ગરુડજી ! જેને રામચંદ્રજીએ એક વાર કૃપા કરીને જોયો, તેને માટે સુમેરુ રજ  જેવડો થાય છે.
પછી હનુમાનજી એ ઘણું નાનું રૂપ ધર્યું અને ભગવાનનું સ્મરણ કરી નગરમાં પ્રવેશ કર્યો.


મંદિર મંદિર પ્રતિ કરિ સોધા, દેખે જહતહઅગનિત જોધા.
ગયઉ દસાનન મંદિર માહીં, અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં.
તેમણે ઘેર ઘેર તપાસ કરી,જ્યાં ત્યાં અગણિત યોદ્ધા જોયા,
પછી તે રાવણ ના મહેલમાં ગયા તે અદભુત હતો,જે વર્ણવી શકાતો નથી.


સયન કિએ દેખા કપિ તેહી, મંદિર મહુન દીખિ બૈદેહી.
ભવન એક પુનિ દીખ સુહાવા, હરિ મંદિર તહભિન્ન બનાવા.
રામ નામ અંકિત ગૃહ સોહા,બરની ન જાઈ દેખી મન મોહ.
હનુમાનજીએ તેને (રાવણ)સુતેલો જોયો,પરંતુ મહેલમાં સીતાજીને જોયાં નહિ.
પછી એક સુંદર મહેલ જોયો,ત્યાં ભગવાન નું એક અલગ મંદિર બનેલું હતું.
તેના પર શ્રી રામચંદ્રજી નું નામ લખ્યું હતું.એ ઘરની શોભા વર્ણવી શકાતી નથી,તેને જોઈ મન મોહ પામતું હતું.

(દોહા) 
રામાયુધ અંકિત ગૃહ સોભા બરનિ ન જાઇ.
નવ તુલસિકા બૃંદ તહદેખિ હરષિ કપિરાઇ.(૫)
તે ઘર શ્રી રામચંદ્રજીના આયુધ (ધનુષ્યબાણ)ની નિશાની વાળું હતું,તેની શોભા વણવી જતી નથી.
ત્યાં નવીન તુલસીના વૃક્ષ સમુહો જોઈ કપિરાજ શ્રી હનુમાનજી હર્ષિત થયા. (૫)


ચોપાઈ
લંકા નિસિચર નિકર નિવાસા, ઇહાકહાસજ્જન કર બાસા.
મન મહુતરક કરૈ કપિ લાગા, તેહીં સમય બિભીષનુ જાગા.
લંકા તો રાક્ષસોના સમુહનું નિવાસસ્થાન છે,ત્યાં સજ્જન (ભક્ત)નો નિવાસ ક્યાંથી?
હનુમાનજી એવો તર્ક કરવા લાગ્યા,તે સમયે વિભીષણ જાગ્યા.


          INDEX PAGE
       NEXT PAGE