=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-0૭

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-0૭








સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહુકિ નલિની કરઇ બિકાસા.
અસ મન સમુઝુ કહતિ જાનકી, ખલ સુધિ નહિં રઘુબીર બાન કી.
સઠ સૂને હરિ આનેહિ મોહિ, અધમ નિલજ્જ લાજ નહિં તોહી.
હે  દશમુખ રાવણ ! સાંભળ. આગિયાના પ્રકાશથી  કદી શું કમલિની (કમળ) વિકાસ કરે છે?
સીતાજી ફરી કહેવા લાગ્યાં : તું  (તારે  પોતાને માટે પણ )મનમાં એમ સમજી લે
દુષ્ટ ! તને રઘુવીર ના બાણ ની ખબર નથી.
તું મને સુનામાં (કોઈ નહોતું  ત્યારે ) હરી લાવ્યો છે. રે અધમ ! નિર્લજ્જ ! તને લાજ નથી !

(દોહા)
આપુહિ સુનિ ખદ્યોત સમ રામહિ ભાનુ સમાન.
પરુષ બચન સુનિ કાઢ઼િ અસિ બોલા અતિ ખિસિઆન.(૯)
પોતાને આગિયા સમાન તથા શ્રી રામચંદ્રજીને સુર્ય સમાન સાંભળી તેમ જ
સીતાજીનાં કઠોર વચન સાંભળી રાવણ તલવાર કાઢી ઘણો ખીજાઈને બોલ્યો.(૯)


ચોપાઈ
સીતા તૈં મમ કૃત અપમાના, કટિહઉતવ સિર કઠિન કૃપાના.
નાહિં ત સપદિ માનુ મમ બાની, સુમુખિ હોતિ ન ત જીવન હાની.
હે સીતા ! તેં મારું અપમાન કર્યું છે. હું તારા મસ્તકને આ કઠોર તલવારથી કાપી નાખીશ.
હજી પણ જલદી મારી વાત માની લે,નહિ તો હે સુમુખી ! જીવનની હાની થશે.
સ્યામ સરોજ દામ સમ સુંદર, પ્રભુ ભુજ કરિ કર સમ દસકંધર.
સો ભુજ કંઠ કિ તવ અસિ ઘોરા, સુનુ સઠ અસ પ્રવાન પન મોરા.
સીતાજીએ કહ્યું : હે દશગ્રીવ રાવણ ! પ્રભુની ભુજા કે શ્યામ કમળ ની માળા સમાન અને
સુંદર હાથી ની સૂંઢ સમાન પૃષ્ટ તથા વિશાળ છે
તે (ભુજા) અથવા તારી ભયાનક તલવાર મારા કંઠમાં પડશે.
હે શઠ ! સાંભળ, આ મારી પ્રતિજ્ઞા છે.  


ચંદ્રહાસ હરુ મમ પરિતાપં, રઘુપતિ બિરહ અનલ સંજાતં.
સીતલ નિસિત બહસિ બર ધારા, કહ સીતા હરુ મમ દુખ ભારા.
(રાવણ ની તલવારને ) સીતાજીએ કહ્યું
હે ચન્દ્ર હાસ (તલવાર) શ્રી રઘુનાથજીના વિરહરૂપ અગ્નિ થી ઉપજેલા મારા (અતિ ભારે ) પરિતાપ તું હરી લે.
હે તલવાર તું શીતળ, તીવ્ર તથા શ્રેષ્ઠ ધારા ધરે છે.(અર્થાત તારી ધાર ઠંડી અને તેજ છે)
તું મારા દુઃખ ના ભાર ને હરી લે.


સુનત બચન પુનિ મારન ધાવા, મયતનયાકહિ નીતિ બુઝાવા.
કહેસિ સકલ નિસિચરિન્હ બોલાઈ, સીતહિ બહુ બિધિ ત્રાસહુ જાઈ.
માસ દિવસ મહુકહા ન માના, તૌ મૈં મારબિ કાઢ઼િ કૃપાના.
સીતાજીનાં એ વચન સાંભળતાં જ તે મારવા દોડ્યો, ત્યારે મયદાનવ ની પુત્રી મંદોદરી એ નીતિ કહી
તેને સમજાવ્યો.રાવણે સર્વ રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે
તમે જઈ સીતાજીને ઘણા પ્રકારે ભય બતાવો.
જો એક મહિનામાં એ મારું કહ્યું નહિ માને તો હું આ તલવાર કાઢી (એને) મારી નાખીશ.
(દોહા)
ભવન ગયઉ દસકંધર ઇહાપિસાચિનિ બૃંદ,
સીતહિ ત્રાસ દેખાવહિ ધરહિં રૂપ બહુ મંદ.(૧૦)
એમ કહી રાવણ પોતાને મહેલ ગયો.
અહી રાક્ષસીઓનો સમૂહ ઘણાં ખરાબ રૂપો ધરી સીતાજીને ભય બતાવવા લાગ્યા.(૧૦)





          INDEX PAGE
       NEXT PAGE