=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-0૮

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-0૮





ચોપાઈ
ત્રિજટા નામ રાચ્છસી એકા, રામ ચરન રતિ નિપુન બિબેકા.
સબન્હૌ બોલિ સુનાએસિ સપના, સીતહિ સેઇ કરહુ હિત અપના.
તેઓમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી.તેની શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી
અને તે વિવેક (જ્ઞાન )માં નિપુણ હતી.તેણે સર્વને બોલાવી પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું કે
સીતાજી ને સેવી પોતાનું કલ્યાણ કરો.
સપનેં બાનર લંકા જારી, જાતુધાન સેના સબ મારી.
ખર આરૂઢ઼ નગન દસસીસા, મુંડિત સિર ખંડિત ભુજ બીસા.
સ્વપ્ન માં મેં જોયું છે, એક વાનરે લંકા બાળી, રાક્ષસોની તમામ સેનાઓને મારી નાખી.
રાવણ નગ્ન હતો અને ગધેડા પર સવાર થયો હતો,તેનાં મસ્તક મુડેલાં હતાં અને વીસે ભુજાઓ કપાયેલી હતી.
એહિ બિધિ સો દચ્છિન દિસિ જાઈ, લંકા મનહુ બિભીષન પાઈ.
નગર ફિરી રઘુબીર દોહાઈ, તબ પ્રભુ સીતા બોલિ પઠાઈ.
એ પ્રકારે તે દક્ષિણ (યમપુરીની ) દિશા માં જતો હતો અને જાણે લંકા વિભીષણે પ્રાપ્ત કરી હતી,
નગરમાં રઘુવીર શ્રી રામચંદ્રજીની આજ્ઞા ફરી અને તે વખતે પ્રભુએ સીતાજીને (જાણે) બોલાવી લીધાં.
યહ સપના મેં કહઉપુકારી, હોઇહિ સત્ય ગએદિન ચારી.
તાસુ બચન સુનિ તે સબ ડરીં, જનકસુતા કે ચરનન્હિ પરી.
હું પોકારીને (નિશ્વય સાથે) કહું છું કે, આ સ્વપ્ન ચાર  ( જેટલા થોડા) દિવસો પછી સત્ય થશે.
તેનું વચન સાંભળી સર્વ રાક્ષસીઓ ડરી સીતાજીના ચરણોમાં પડી.
(દોહા)
જહતહ ગઈં સકલ તબ સીતા કર મન સોચ,
માસ દિવસ બીતેં મોહિ મારિહિ નિસિચર પોચ.(૧૧)
પછી એ સર્વ જ્યાં-ત્યાં ચાલી ગઈ.સીતાજી મનમાં વિચારવા લાગ્યાં કે ,
એક મહિનો વીત્યા પછી નીચ રાક્ષસ રાવણ મને મારી નાખશે.(૧૧)


ચોપાઈ
ત્રિજટા સન બોલી કર જોરી, માતુ બિપતિ સંગિનિ તૈં મોરી.
તજૌં દેહ કરુ બેગિ ઉપાઈ, દુસહુ બિરહુ અબ નહિં સહિ જાઈ.
સીતાજી હાથ જોડી ત્રિજટા ને કહેવા લાગ્યાં કે, હે માતા ! તું મારી વિપત્તિ માં સાથે રહેનારી છે.
તરત જ ઉપાય કર કે જેથી હું શરીર છોડી દઉં, હવે દુ:સહ વિરહ સહી શકાતો નથી.
આનિ કાઠ રચુ ચિતા બનાઈ, માતુ અનલ પુનિ દેહિ લગાઈ.
સત્ય કરહિ મમ પ્રીતિ સયાની, સુનૈ કો શ્રવન સૂલ સમ બાની.
લાકડાં લાવી ચિતા બનાવી તૈયાર કર. પછી હે માતા ! તું એમાં અગ્નિ લગાડી દે.
હે શાણી ! તું મારી પ્રીતિને સત્ય કર.રાવણ ની શૂળ સમાન વાણી ને કાને કોણ સાંભળે ?
સુનત બચન પદ ગહિ સમુઝાએસિ, પ્રભુ પ્રતાપ બલ સુજસુ સુનાએસિ.
નિસિ ન અનલ મિલ સુનુ સુકુમારી, અસ કહિ સો નિજ ભવન સિધારી.
સીતાજીનાં વચન સાંભળી ત્રિજટા એ ચરણો પકડી તેમને સમજાવ્યાં અને
પ્રભુનો પ્રતાપ બળ તથા સુયશ સંભળાવ્યાં. (તેણે કહ્યું )
હે સુકુમારી ! સાંભળો , રાતે અગ્નિ નહિ મળે એમ કહી તે પોતાને ઘેર ગઈ.
કહ સીતા બિધિ ભા પ્રતિકૂલા, મિલહિ ન પાવક મિટિહિ ન સૂલા.
દેખિઅત પ્રગટ ગગન અંગારા, અવનિ ન આવત એકઉ તારા.
સીતાજી (મન માં) કહેવા લાગ્યાં: (શું કરું) વિધાતા જ વિપરીત થયેલ છે.
અગ્નિ નહિ મળે અને પીડા નહિ મટે. આકાશ માં અંગારા પ્રગટ દેખાય છે,
પણ પૃથ્વી પર એકેય તારો આવતો નથી!




          INDEX PAGE
       NEXT PAGE