=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૪

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૪
(દોહા)
અહોભાગ્ય મમ અમિત અતિ રામ કૃપા સુખ પુંજ.
દેખેઉનયન બિરંચિ સિબ સેબ્ય જુગલ પદ કંજ.(૪૭)
હે કૃપા અને સુખના સમૂહ શ્રી રામચંદ્રજી ! મારાં અતિ અમાપ અહો ભાગ્ય છે કે જે મેં બ્રહ્મા તથા શંકરને પણ સેવવા
યોગ્ય આપનાં બંને ચરણકમળ મારાં નેત્રોથી (પ્રત્યક્ષ ) જોયાં છે.(૪૭)


ચોપાઈ 
સુનહુ સખા નિજ કહઉસુભાઊ, જાન ભુસુંડિ સંભુ ગિરિજાઊ.
જૌં નર હોઇ ચરાચર દ્રોહી, આવે સભય સરન તકિ મોહી.
(શ્રી રામે કહ્યું : ) હે મિત્ર ! સાંભળો. હું તમને મારો સ્વભાવ કહું છું કે જે ને  કાક્ભુશંડી , શંકર તથા પાર્વતી પણ
જાણે છે.જે કોઈ મનુષ્ય સંપૂર્ણ જડ - ચેતન  જગત ના દ્રોહી હોય પણ જો ભયભીત થઇ મારે શરણે આવે;


તજિ મદ મોહ કપટ છલ નાના, કરઉસદ્ય તેહિ સાધુ સમાના.
જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભવન સુહ્રદ પરિવારા.
અને મદ , મોહ તથા અનેક પ્રકારનાં છળ-કપટ  ત્યજી દે, તો હું તેને તરત જ સાધુ સમાન કરું છું.
માતા,પિતા,ભાઈ,પુત્ર,સ્ત્રી,શરીર,ધન,ઘર,મિત્ર અને પરિવાર .


સબ કૈ મમતા તાગ બટોરી, મમ પદ મનહિ બા બરિ ડોરી.
સમદરસી ઇચ્છા કછુ નાહીં, હરષ સોક ભય નહિં મન માહીં.
એ સર્વના મમતારૂપી કાચા દોરાઓ એકઠા કરી (વણી) ,તે બધાની એક (પાકી ) દોરી વણી ને તે દ્વારા જે પોતાના
મનને મારાં ચરણોમાં બાંધે છે , જે  સમદર્શી  છે, જેને કોઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ ,શોક તથા ભય નથી.


અસ સજ્જન મમ ઉર બસ કૈસેં, લોભી હૃદયબસઇ ધનુ જૈસેં.
તુમ્હ સારિખે સંત પ્રિય મોરેં, ધરઉદેહ નહિં આન નિહોરેં.
એવો સજ્જન મારાં હૃદયમાં કેવો વસે છે કે , જેવું લોભીના હૃદયમાં ધન વસે છે  ! તમારા જેવા સંત જ મને પ્રિય છે.
(અને તેઓ માટે જ મેં આ મનુષ્ય શરીર ધર્યું છે.)બીજા કોઈની  પ્રાર્થના થી  હું દેહ  ધરતો નથી.


(દોહા)
સગુન ઉપાસક પરહિત નિરત નીતિ દૃઢ઼ નેમ.
તે નર પ્રાન સમાન મમ જિન્હ કેં દ્વિજ પદ પ્રેમ.(૪૮)
જે સગુણ - સાકાર ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દઢ છે અને
જેઓને બ્રાહ્મણો નાં ચરણો માં પ્રેમ છે , તે મનુષ્ય મારા પ્રાણ સમાન છે.(૪૮)     
ચોપાઈ 
સુનુ લંકેસ સકલ ગુન તોરેં, તાતેં તુમ્હ અતિસય પ્રિય મોરેં.
રામ બચન સુનિ બાનર જૂથા, સકલ કહહિં જય કૃપા બરૂથા.
હે લંકેશ  ! સાંભળો , તમારામાં સર્વ ગુણો છે;તેથી મને અત્યંત પ્રિય છો. શ્રી રામનાં વચનો સાંભળી સર્વ વાનરોના
 સમૂહ કહેવા લાગ્યા : કૃપાના સમૂહ શ્રી રામનો જય થાઓ !


સુનત બિભીષનુ પ્રભુ કૈ બાની, નહિં અઘાત શ્રવનામૃત જાની.
પદ અંબુજ ગહિ બારહિં બારા, હૃદયસમાત ન પ્રેમુ અપારા.
પ્રભુની વાણી સાંભળતાં વિભીષણ તેને શ્રવણામૃત જાણી તૃપ્ત થતા નહોતા.તે વારંવાર શ્રી રામનાં ચરણકમળો
પકડી લેતા હતા.(તેમનો ) અપાર પ્રેમ હૃદયમાં સમાતો નહોતો.

          INDEX PAGE
       NEXT PAGE