=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૩

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૩

ચોપાઈ 
અસ કહિ કરત દંડવત દેખા, તુરત ઉઠે પ્રભુ હરષ બિસેષા.
દીન બચન સુનિ પ્રભુ મન ભાવા, ભુજ બિસાલ ગહિ હૃદયલગાવા.
એમ કહી દંડવત કરતા તેમને  પ્રભુ એ જોયા; એટલે તે અતિશય હર્ષ પામી તરત જ ઉઠ્યા.
વિભીષણ નાં દીન વચનો સાંભળી પ્રભુ મનમાં ઘણાજ  હર્ષ પામ્યા.
તેમણે પોતાની વિશાળ ભુજાઓથી પકડી તેમને હૃદય સરસા ચાંપ્યા.


અનુજ સહિત મિલિ ઢિગ બૈઠારી, બોલે બચન ભગત ભયહારી.
કહુ લંકેસ સહિત પરિવારા, કુસલ કુઠાહર બાસ તુમ્હારા.
નાના ભાઈ લક્ષ્મણજી સહિત (વિભીષણને ) મળી , પોતાની પાસે બેસાડી શ્રી રામચંદ્રજી ભક્તોના ભયને હરનારાં
વચનો  બોલ્યા : હે  લંકેશ  ! પરિવાર સહિત તમારું કુશળ કહો.     તમારો વાસ ખરાબ સ્થાન પર છે.


ખલ મંડલીં બસહુ દિનુ રાતી, સખા ધરમ નિબહઇ કેહિ ભાી.
મૈં જાનઉતુમ્હારિ સબ રીતી, અતિ નય નિપુન ન ભાવ અનીતી.
દિવસ - રાત  દુષ્ટો ની મંડળીમાં તમે વસો છો. હે મિત્ર  ! તમારો ધર્મ કયા પ્રકારે નભે છે ?  હું તમારી  સર્વ  રીતી        જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો.તમને અનીતિ  ગમતી નથી.
બરુ ભલ બાસ નરક કર તાતા, દુષ્ટ સંગ જનિ દેઇ બિધાતા.
અબ પદ દેખિ કુસલ રઘુરાયા, જૌં તુમ્હ કીન્હ જાનિ જન દાયા.
હે તાત  ! નરકમાં વસવું ઘણું જ સારું , પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ન દે.(વિભીષણે કહ્યું  : ) હે રઘુનાથજી !
હવે  આપના ચરણોના દર્શન કરી હું કુશળ છું,કારણ કે આપે પોતાનો સેવક જાણી મારા પર દયા કરી છે.


(દોહા)
તબ લગિ કુસલ ન જીવ કહુસપનેહુમન બિશ્રામ.
જબ લગિ ભજત ન રામ કહુસોક ધામ તજિ કામ(૪૬)
જ્યાં સુધી જીવ શોકના ઘર રૂપી  કામ વાસના છોડી શ્રી રામને ભજતો નથી,
ત્યાં સુધી તેનું કુશળ નથી અને સ્વપ્ન માં પણ તેના મનને શાંતિ નથી.(૪૬)


ચોપાઈ 
તબ લગિ હૃદયબસત ખલ નાના, લોભ મોહ મચ્છર મદ માના.
જબ લગિ ઉર ન બસત રઘુનાથા, ધરેં ચાપ સાયક કટિ ભાથા.
જ્યાં સુધી ધનુષબાણ અને કમરમાં ભાથો ધરનાર શ્રી રઘુનાથજી હૃદયમાં વસતા નથી,
ત્યાં સુધી જ લોભ, મોહ, મત્સર,મદ  તથા માન આદિ અનેક દુષ્ટો હૃદયમાં વસે છે.


મમતા તરુન તમી અિઆરી, રાગ દ્વેષ ઉલૂક સુખકારી.
તબ લગિ બસતિ જીવ મન માહીં, જબ લગિ પ્રભુ પ્રતાપ રબિ નાહીં.
મમતા પૂર્ણ અંધકારમય રાત્રિ  છે કે જે રાગ - દ્વેષરૂપી ધુવડોને સુખ આપનારી છે.તે મમતારૂપી અંધારી રાત જ્યાં
સુધી પ્રભુતારૂપી સૂર્ય  હોતો નથી ત્યાં સુધી જ જીવના મનમાં વસે છે.  


અબ મૈં કુસલ મિટે ભય ભારે, દેખિ રામ પદ કમલ તુમ્હારે.
તુમ્હ કૃપાલ જા પર અનુકૂલા, તાહિ ન બ્યાપ ત્રિબિધ ભવ સૂલા.
હે શ્રી રામ  ! આપના ચરણાવિંદ નાં દર્શન કરી હવે હું કુશળ છું. મારો ભારે ભય મટ્યો છે.
હે કૃપાળુ  !  આપ જેના  પર પ્રસન્ન થાઓ છો,
તેને  ત્રણે પ્રકારનાં ભવશૂળ (અધ્યાત્મિક,આધિદૈવિક અને  આધિ ભૌતિક તાપ )વ્યાપ્તા નથી.


મૈં નિસિચર અતિ અધમ સુભાઊ, સુભ આચરનુ કીન્હ નહિં કાઊ.
જાસુ રૂપ મુનિ ધ્યાન ન આવા, તેહિં પ્રભુ હરષિ હૃદયમોહિ લાવા.
હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું,મેં કદી શુભ આચરણ કર્યું નથી.જેનું રૂપ મુનિઓના ધ્યાનમાં
નથી આવતું તે પ્રભુએ પોતેજ હર્ષિત થઇ મને હદય સાથે લગાવ્યો છે !          INDEX PAGE
       NEXT PAGE