કહ લંકેસ સુનહુ રઘુનાયક, કોટિ સિંધુ સોષક તવ સાયક.
જદ્યપિ તદપિ નીતિ અસિ ગાઈ, બિનય કરિઅ સાગર સન જાઈ.
વિભીષણે કહ્યું : હે રઘુનાથજી ! સાંભળો. જો કે આપનું એક જ બાણ કરોડો સમુદ્રને સુકવનારુ છે , તો પણ આવી
નીતિ કહેવાઈ છે કે, પ્રથમ સમુદ્ર પાસે જઈ વિનય કરવો.(તેની પ્રાર્થ ના કરવી ).
(દોહા)
પ્રભુ તુમ્હાર કુલગુર જલધિ કહિહિ ઉપાય બિચારિ.
બિનુ પ્રયાસ સાગર તરિહિ સકલ ભાલુ કપિ ધારિ.(૫૦)
હે પ્રભો ! સમુદ્ર આપનો કુલગુરુ (પૂર્વજ)છે.તે વિચારીને ઉપાય કહેશે.પછી રીંછો અને વાનરોની સકલ સેના વિના
પ્રયાસે સમુદ્ર તરી જશે.(૫૦)
ચોપાઈ
સખા કહી તુમ્હ નીકિ ઉપાઈ, કરિઅ દૈવ જૌં હોઇ સહાઈ.
મંત્ર ન યહ લછિમન મન ભાવા, રામ બચન સુનિ અતિ દુખ પાવા.
(શ્રી રામે કહ્યું :) હે મિત્ર ! તમે ઠીક ઉપાય કહ્યો. જો દૈવ સહાય થાય તો તે જ કરીએ . લક્ષ્મણજી ના મનને એ
સલાહ ગમી નહિ.શ્રી રામચંદ્રજી ના વચન સાંભળી તે ઘણું દુઃખ પામ્યા.
નાથ દૈવ કર કવન ભરોસા, સોષિઅ સિંધુ કરિઅ મન રોસા.
કાદર મન કહુએક અધારા, દૈવ દૈવ આલસી પુકારા.
(લક્ષ્મણ જી એ કહ્યું : )હે નાથ ! દૈવ નો શો ભરોસો? મનમાં ક્રોધ કરી સમુદ્રને સુકવી નાખો. દૈવ તો કાયર ના
મનનો એક આધાર છે. આળસુ (લોકો) દૈવ દૈવ પોકારે છે.
સુનત બિહસિ બોલે રઘુબીરા, ઐસેહિં કરબ ધરહુ મન ધીરા.
અસ કહિ પ્રભુ અનુજહિ સમુઝાઈ, સિંધુ સમીપ ગએ રઘુરાઈ.
(તે) સાંભળી રઘુવીર હસીને બોલ્યા : એમ જ કરીશું, મનમાં ધીરજ રાખો. એમ કહી નાના ભાઈને સમજાવી ,
શ્રી રઘુનાથજી સમુદ્ર પાસે ગયા.
પ્રથમ પ્રનામ કીન્હ સિરુ નાઈ, બૈઠે પુનિ તટ દર્ભ ડસાઈ.
જબહિં બિભીષન પ્રભુ પહિં આએ, પાછેં રાવન દૂત પઠાએ.
તેમણે પ્રથમ મસ્તક નમાવી પ્રણામ કર્યા ; પછી કિનારા પર દર્ભ બિછાવી બેઠા. બીજી તરફ જે સમયે વિભીષણ
પ્રભુ પાસે આવ્યા ,તે જ સમયે રાવણે તેમની પાછળ દૂતો મોકલ્યા હતા.
(દોહા)
સકલ ચરિત તિન્હ દેખે ધરેં કપટ કપિ દેહ.
પ્રભુ ગુન હૃદયસરાહહિં સરનાગત પર નેહ(૫૧)
કપટ થી વાનરોનાં શરીર ધરી તેઓએ સર્વ ચરિત્ર જોયાં. પ્રભુના ગુણોની અને શરણાગત પરના સ્નેહની તેઓ
હૃદયમાં પ્રશંસા કરવા લાગ્યા.
ચોપાઈ
પ્રગટ બખાનહિં રામ સુભાઊ, અતિ સપ્રેમ ગા બિસરિ દુરાઊ.
રિપુ કે દૂત કપિન્હ તબ જાને, સકલ બાંધિકપીસ પહિં આને.
પછી ખુલ્લી રીતે સર્વ સાંભળે તેમ અત્યંત પ્રેમ સાથે તેઓ શ્રી રામનો સ્વભાવ વખાણવા લાગ્યા. તેઓ પોતાનો
છુપો કપટ વેશ ભૂલી ગયા ! ત્યારે વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે,(જેથી )
તેઓ સર્વને બાંધી સુગ્રીવ પાસે લઇ ગયા.