કહ સુગ્રીવ સુનહુ સબ બાનર, અંગ ભંગ કરિ પઠવહુ નિસિચર.
સુનિ સુગ્રીવ બચન કપિ ધાએ, બાંધિ કટક ચહુ પાસ ફિરાએ.
(ત્યારે સુગ્રીવે કહ્યું :) હે સર્વ વાનરો સાંભળો. રાક્ષસોને અંગ ભંગ કરીને મોકલી દો.સુગ્રીવના વચન સાંભળી
વાનરો દોડ્યા અને દૂતોને બાંધી તેમની સેનાની ચારે તરફ ફેરવ્યા.
બહુ પ્રકાર મારન કપિ લાગે, દીન પુકારત તદપિ ન ત્યાગે.
જો હમાર હર નાસા કાના, તેહિ કોસલાધીસ કૈ આના.
વાનરો તેમને ઘણા પ્રકારે મારવા લાગ્યા.તેઓ દિન થઇ પોકારવા લાગ્યા; છતાં વાનરોએ તેમને છોડ્યા નહિ.
(તે વેળા દૂતોએ પોકારીને કહ્યું :) જે અમારાં નાક - કાન કાપશે , તેને કોશલાધીશ શ્રી રામના સોગંધ છે.
સુનિ લછિમન સબ નિકટ બોલાએ, દયા લાગિ હિ તુરત છોડાએ.
રાવન કર દીજહુ યહ પાતી, લછિમન બચન બાચુ કુલઘાતી.
તે સાંભળી લક્ષ્મણજી એ સર્વને પાસે બોલાવ્યા. તેમને દયા આવી, તેથી હસીને તેમણે રાક્ષસોને તરત જ
છોડાવ્યા.(અને કહ્યું : ) રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો (અને કહેજો ) હે કુલ ઘાતક ! લક્ષ્મણનાં વચનો વાંચ.
(દોહા)
કહેહુ મુખાગર મૂઢ઼ સન મમ સંદેસુ ઉદાર.
સીતા દેઇ મિલેહુ ન ત આવા કાલ તુમ્હાર(૫૨)
પછી તે મૂર્ખને મોઢેથી મારો આ ઉદાર સંદેશો કહેજો કે , સીતાજીને આપીને (તેમને ) શ્રી રામ ને મળો;
નહી તો તમારો કાળ આવ્યો છે.
ચોપાઈ
તુરત નાઇ લછિમન પદ માથા, ચલે દૂત બરનત ગુન ગાથા.
કહત રામ જસુ લંકાઆએ, રાવન ચરન સીસ તિન્હ નાએ.
લક્ષ્મણ ના ચરણોમાં મસ્તક નમાવી શ્રી રામના ગુણોની કથાઓ વર્ણવતા દૂતો તુરત જ ચાલ્યા ગયા.
શ્રી રામનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેઓએ રાવણ ના ચરણોમાં મસ્તક નમાવ્યાં.
બિહસિ દસાનન પૂી બાતા, કહસિ ન સુક આપનિ કુસલાતા.
પુનિ કહુ ખબરિ બિભીષન કેરી, જાહિ મૃત્યુ આઈ અતિ નેરી.
દશમુખ રાવણે હસીને વાત પૂછી : અરે શુક્ર તારું કુશળ કેમ નથી કહેતો ? વળી એ વિભીષણની ખબર કહે કે જેનું
મૃત્યુ અત્યંત પાસે આવ્યું છે.
કરત રાજ લંકા સઠ ત્યાગી, હોઇહિ જબ કર કીટ અભાગી.
પુનિ કહુ ભાલુ કીસ કટકાઈ, કઠિન કાલ પ્રેરિત ચલિ આઈ.
(એ ) લુચ્ચા એ રાજ્ય કરતાં કરતાં લંકા ત્યજી છે ! અભાગીયો હવે જવનો કીડો બનશે.( જેમ જવનો કીડો જવની
સાથે દળઈ જાયછે ,તેમ વાનરો સાથે માર્યો જશે.) વળી રીંછો તથા વાનરોની સેનાના સમાચાર કહે કે જે કઠિન
કાળ થી પ્રેરાઈ ને અહીં ચાલી આવેલ છે.
જિન્હ કે જીવન કર રખવારા, ભયઉ મૃદુલ ચિત સિંધુ બિચારા.
કહુ તપસિન્હ કૈ બાત બહોરી, જિન્હ કે હૃદયત્રાસ અતિ મોરી.
વળી કોમળ ચિત્ત વાળો બિચારો સમુદ્ર જેઓના જીવનનું રક્ષણ કરનાર બન્યો છે ! ( અર્થાત સમુદ્રે તેઓને રસ્તો
દઈ દીધો હોત તો આજ સુધીમાં તો તેઓને રાક્ષસો ખાઈ ગયા હોત.) પછી એ તપસ્વીઓની વાત કહે કે જેઓના
હૃદયમાં મારો અત્યંત ભય છે.