=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૪૧

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૪૧

ચોપાઈ 
લછિમન બાન સરાસન આનૂ, સોષૌં બારિધિ બિસિખ કૃસાનૂ.
સઠ સન બિનય કુટિલ સન પ્રીતી, સહજ કૃપન સન સુંદર નીતી.
હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવો. હું અગ્નિબાણ થી સમુદ્રને સુકવી નાખું. શઠ પ્રત્યે વિનય , કુટિલ સાથે પ્રીતિ,  
સ્વાભાવિક કંજૂસ સાથે સુંદર નીતિ ( ઉદારતા નો ઉપદેશ ),


મમતા રત સન ગ્યાન કહાની, અતિ લોભી સન બિરતિ બખાની.
ક્રોધિહિ સમ કામિહિ હરિ કથા, ઊસર બીજ બએફલ જથા.
મમતામાં આશક્ત પ્રત્યે જ્ઞાનની કથા,અત્યંત લોભી પાસે વૈરાગ્યનું વર્ણન, ક્રોધી પાસે શાંતિની વાત અને
કામી પાસે શ્રી હરિની કથા - એનું ફળ , ખારી જમીનમાં બીજ રોપવા જેવું છે.


અસ કહિ રઘુપતિ ચાપ ચઢ઼ાવા, યહ મત લછિમન કે મન ભાવા.
સંઘાનેઉ પ્રભુ બિસિખ કરાલા, ઉઠી ઉદધિ ઉર અંતર જ્વાલા.
એમ કહી રઘુનાથજીએ  ધનુષ્ય ચડાવ્યું. આ મત લક્ષ્મણજી ના  મનને બહુ ગમ્યો.પ્રભુએ ભયાનક અગ્નિબાણ સાંધ્યું, જેથી સમુદ્રની મધ્યમાં જ્વાળાઓ ઊઠી.
મકર ઉરગ ઝષ ગન અકુલાને, જરત જંતુ જલનિધિ જબ જાને.
કનક થાર ભરિ મનિ ગન નાના, બિપ્ર રૂપ આયઉ તજિ માના.
મગર, સર્પ તથા માછલાં નો સમૂહ વ્યાકુળ થયો.જયારે સમુદ્રે  જીવોને બળતા જાણ્યા, ત્યારે સોનાના
થાળમાં  અનેક મણિઓ  રત્નો ભરી , અભિમાન છોડી ,તે બ્રાહ્મણ ના રૂપમાં આવ્યો.


(દોહા)
કાટેહિં પઇ કદરી ફરઇ કોટિ જતન કોઉ સીંચ.
બિનય ન માન ખગેસ સુનુ ડાટેહિં પઇ નવ નીચ(૫૮)
( કાકભુશુન્ડી કહે છે : ) હે ગરુડજી સાંભળો. ભલે કોઈ કરોડ ઉપાય કરી (પાણી ) સીંચે ,તોપણ કેળ તો કાપ્યા પછીજ  ફળે છે,તેમ નીચ વિનયથી માનતો નથી,તેતો ભય બતાવ્યા પછી જ  નમે છે.(ઠેકાણે આવે છે.)(૫૮)


ચોપાઈ 
સભય સિંધુ ગહિ પદ પ્રભુ કેરે, છમહુ નાથ સબ અવગુન મેરે.
ગગન સમીર અનલ જલ ધરની, ઇન્હ કઇ નાથ સહજ જડ઼ કરની.
સમુદ્રે ભયભીત થઇ પ્રભુનાં ચરણો પકડી કહ્યું : હે નાથ ! મારા સર્વ  અવગુણ (અપરાધ ) ક્ષમા કરો.  
હે નાથ !  આકાશ ,વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી - એમની કરણી સ્વભાવથી જ  જડ છે.


તવ પ્રેરિત માયાઉપજાએ, સૃષ્ટિ હેતુ સબ ગ્રંથનિ ગાએ.
પ્રભુ આયસુ જેહિ કહજસ અહઈ, સો તેહિ ભાંતિ રહે સુખ લહઈ.
આપની પ્રેરણા થી માયા એ  તેઓને સૃષ્ટિ માટે ઉત્પન્ન કરેલાં છે , એમ સર્વ ગ્રંથોએ ગાયું છે. જેને માટે સ્વામીનીઆજ્ઞા હોય તે પ્રકારે રહેવામાં જ તે સુખ પામે છે.


પ્રભુ ભલ કીન્હી મોહિ સિખ દીન્હી, મરજાદા પુનિ તુમ્હરી કીન્હી.
ઢોલ ગવા સૂદ્ર પસુ નારી, સકલ તાડ઼ના કે અધિકારી.
પ્રભુએ સારું કર્યું કે મને શિક્ષા દીધી,પરંતુ મર્યાદા( જીવોની પ્રકૃતિ ) પણ આપે જ રચી છે.ઢોલ, ગમાર,શુદ્ર ,પશુઅને સ્ત્રી - એ સર્વ દંડ નાં અધિકારી છે.


          INDEX PAGE
       NEXT PAGE