કી તજિ માન અનુજ ઇવ પ્રભુ પદ પંકજ ભૃંગ.
હોહિ કિ રામ સરાનલ ખલ કુલ સહિત પતંગ.(૫૬-ખ)
કાંતો માન ત્યજી પોતાના નાના ભાઈ વિભીષણ નીપેઠે પ્રભુના ચરણકમળ નો ભમરો થા; નહિ તો હે દુષ્ટ !
શ્રી રામના બાણ રૂપી અગ્નિમાં પરિવાર સાથે પતંગિયું થઈશ.
ચોપાઈ
સુનત સભય મન મુખ મુસુકાઈ, કહત દસાનન સબહિ સુનાઈ.
ભૂમિ પરા કર ગહત અકાસા, લઘુ તાપસ કર બાગ બિલાસા.
(આ ) સાંભળતાં જ રાવણ મનમાં ભયભીત થયો, પરંતુ મુખથી ( ઉપલક ) મંદ હસી તે સર્વ ને સંભળાવી
કહેવા લાગ્યો કે ,જેમ પૃથ્વી પર પડેલો ( કોઈ મનુષ્ય ) આકાશને હાથથી પકડવાની ચેષ્ઠા કરે ,તેમ આ નાનો
તપસ્વી (લક્ષ્મણ ) વાણીનો વિલાસ (બડાઈ ) કરે છે.
કહ સુક નાથ સત્ય સબ બાની, સમુઝહુ છાડ઼િ પ્રકૃતિ અભિમાની.
સુનહુ બચન મમ પરિહરિ ક્રોધા, નાથ રામ સન તજહુ બિરોધા.
શુક દૂતે કહ્યું: હે નાથ ! અભિમાની સ્વભાવને છોડી (આ પત્રિકામાં લખેલી ) સર્વ વાતો સત્ય સમજો.
ક્રોધ છોડી મારું વચન સાંભળો. હે નાથ ! શ્રી રામ તરફનો વિરોધ ત્યજી દો.
અતિ કોમલ રઘુબીર સુભાઊ, જદ્યપિ અખિલ લોક કર રાઊ.
મિલત કૃપા તુમ્હ પર પ્રભુ કરિહી, ઉર અપરાધ ન એકઉ ધરિહી.
શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી હોવા છતાં પણ તેમનો સ્વભાવ અતિ કોમળ છે. (તેમને ) મળતાં જ (તે ) પ્રભુતમારા પર કૃપા કરશે અને તમારો એક પણ અપરાધ હૃદયમાં નહિ રાખે.
જનકસુતા રઘુનાથહિ દીજે, એતના કહા મોર પ્રભુ કીજે.
જબ તેહિં કહા દેન બૈદેહી, ચરન પ્રહાર કીન્હ સઠ તેહી.
સીતાજી શ્રી રઘુનાથજી ને આપી દો , હે પ્રભુ ! આટલું મારું કહ્યું કરો. જયારે તેણે ( એ દૂતે ) સીતાજીને આપી દેવાકહ્યું ,ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી.
નાઇ ચરન સિરુ ચલા સો, તહા કૃપાસિંધુ રઘુનાયક જહા.
કરિ પ્રનામુ નિજ કથા સુનાઈ, રામ કૃપાઆપનિ ગતિ પાઈ.
( એટલે તે પણ વિભીષણ ની પેઠે ) ચરણોમાં મસ્તક નમાવી જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા ત્યાં ચાલ્યો ગયો.પ્રણામ કરી તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામની કૃપાથી પોતાની ગતિ ( મુનિ નું સ્વરૂપ ) પ્રાપ્ત કરી.
રિષિ અગસ્તિ કીં સાપ ભવાની, રાછસ ભયઉ રહા મુનિ ગ્યાની.
બંદિ રામ પદ બારહિં બારા, મુનિ નિજ આશ્રમ કહુપગુ ધારા.
(શંકર કહે છે :) હે ભવાની ! તે શુક જ્ઞાની મુનિ હતો. અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસ થયો હતો.
વારંવાર શ્રી રામના ચરણોમાં વંદન કરી તે મુનિ પોતાના આશ્રમ તરફ ગયો.
(દોહા)
બિનય ન માનત જલધિ જડ઼ ગએ તીન દિન બીતિ.
બોલે રામ સકોપ તબ ભય બિનુ હોઇ ન પ્રીતિ (૫૭)
આ તરફ ત્રણ દિવસ વીત્યા છતાં જડ સમુદ્રે વિનય માન્યો નહિ, ત્યારે શ્રી રામચંદ્ર ક્રોધ સહીત બોલ્યા :
ભય વિના પ્રીતિ થતી નથી.(૫૭)