=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-29

રામાયણ-29


દશરથ ના મરણ ના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. સર્વ લોકોને  વિલાપ કરતાં જોઈ
વશિષ્ઠ ઉપદેશ આપે છે.કહે છે-કે-
દશરથજી નું મરણ મંગલમય હતું. જેનું મન મરતી વખતે પ્રભુ ચરણ માં હોય તેનું મરણ મંગલમય બની જાય છે.રાજા ના મુખ માં મરણ વખતે “રામ” નું નામ હતું. એટલે તેમનું મરણ મંગલમય છે,અને તેથી
આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી.
તે પછી વશિષ્ઠજી એ સેવકો ને આજ્ઞા કરી કે-તમે કૈકેય દેશમાં જાઓ અને ભરત શત્રુઘ્ન ને માત્ર એટલું કહેજો કે –“ગુરુજી તમને બોલાવે છે.” તે પછી-રાજા નું મૃત-શરીર તેલ ની કોઠી માં સાચવવામાં આવ્યું.

સેવકો દોડતા દોડતા જઈ ને ભરત –શત્રુઘ્ન ને વશિષ્ઠ નો સંદેશો કહ્યો, એટલે તે બંને અયોધ્યા આવવા
નીકળ્યા. રસ્તામાં અનેક પ્રકારનાં અપશુકન થયાં, રથ અયોધ્યામાં આવ્યો છે.
અયોધ્યા નાં બજારો બંધ હતાં ,લોકોએ કાળાં વસ્ત્રો પહેર્યા હતા. ભરતજી ને ફાળ પડી,ગભરાટ થયો.
વિચારો માં ને વિચારો માં જ તે કૈકેયી ના મહેલે આવ્યા.
પુત્ર ના આગમન ના સમાચાર સાંભળી કૈકેયી દોડતી આવે છે-ભરત પૂછે છે-મા,મારા બાપુ ક્યાં છે ?
કૈકેયી કહે છે-કે-બેટા,તને શું કહું ?આ બધું રાજ્ય તને મળ્યું છે,તારા પિતાજી સ્વર્ગ માં ગયા છે.
પિતાના મૃત્યુ થી ભરત વ્યાકુળ થયા છે. “પિતાની સેવા કરવાનો લાભ મને મળ્યો નહિ “
માતા ને પૂછે છે-કે-પિતાજી ના મૃત્યુ વખતે મારા રામ ક્યાં હતા ? રામ ક્યાં છે ?
કૈકેયી કહે છે-કે રામ વન માં ગયા છે. અને બધી વિગતથી વાત કરે છે.

રામજી વનમાં ગયા છે-તે સાંભળી ભરતજી ને અતિશય દુઃખ થયું છે,પિતાના મરણ નું દુઃખ પણ ભૂલી ગયા.
અતિક્રોધ માં તેમણે કૈકેયી નો તિરસ્કાર કર્યો છે.
“મારા રામને તેં વનવાસ આપ્યો ?વનવાસનું વરદાન માગતાં તારી જીભ કેમ નીચે પડી ના ગઈ ?
તારા મોઢામાં કીડા કેમ ના પડ્યા ?મને અત્યારે તો એવી ઈચ્છા થાય છે કે તને મારી નાખું,પણ શું કરું,
મેં તને મા કહી બોલાવી છે,એટલે તને મારતો નથી.પણ હવે થી તારું કાળું મોઢું મને બતાવીશ નહિ.”

ભરત ત્યાંથી કૌશલ્યા ના મહેલ માં આવ્યા છે.મા નું સ્વરૂપ જોયું જતું નથી.ભરત ને મૂર્છા આવી છે.
થોડા સ્વસ્થ થાય છે કે તરત કૌશલ્યા ને પૂછે છે-કે- મા, રામ ક્યાં છે ?આ સર્વ અનર્થ નું મૂળ હું છું.
કૈકેયી એ આ જે કર્યું તેની મને કાંઇ ખબર નથી. રામ ના વનવાસ જવામાં જો મારી સંમતિ હોય તો હું
નરક માં પડીશ, કૈકેયી એ રામને વનમાં મોકલ્યા તેમાં જો મારી સંમતિ હોય તો માતૃ-પિતૃ હત્યા-વગેરે
પાપો નું ફળ મને મળો.મા, હું કશું જાણતો નથી.

કૌશલ્યા એ કહ્યું-કે-બેટા,ધીરજ ધર,શોક નો ત્યાગ કર,રામ માં તારો કેવો પ્રેમ છે તે હું જાણું છું.
રામ તો હસતાં હસતાં વનમાં ગયા,તારા પિતાજીએ દેહત્યાગ કર્યો,મારું નસીબ રૂઠ્યું.
હજુ મારા પ્રાણ કેમ જતા નથી?

બીજા દિવસે પ્રાતઃકાળે દશરથજી ના શરીર નો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.
એવું લખ્યું છે-કે- દશરથજી ની આજ્ઞા હતી કે –રામ જો વનમાં જાય તેમાં ભરત ની સંમતિ હોય તો –મારો
અગ્નિ-સંસ્કાર તેને હાથે ના થાય.
પણ આમાં –ભરત ની સંમતિ તો હોય જ ક્યાંથી ?
અંતિમ વિધિ સર્વ ભરતે કરી છે. રાણી ઓ ને સતી થતાં ભરત રોકે છે.

શ્રાધ્ધાદિક વિધિ થયો.પંદર દિવસ પછી શોકસભા ભરવામાં આવી. વશિષ્ઠે ભાષણ આપ્યું અને તેમાં
રાજા દશરથ અને રામનાં અત્યંત વખાણ કર્યા. અને પછી ભરત ને રાજ્યગાદી પર બેસવાની આજ્ઞા કરે છે.

ભરત રાજા થવા ના પડે છે.ભરત ને અનેક રીતે સમજાવવામાં આવે છે.
“ભરત,ચૌદ વર્ષ પછી ,રામ વનવાસ માંથી પાછા આવે ત્યારે તમે તમારી ઈચ્છા મુજબ કરજો. પણ અત્યારે તો આવતી કાલે તમને ગાદી ઉપર બેસાડીશું, અયોધ્યા અનાથ છે –તેને તમે સનાથ કરો”

કૌશલ્યા એ પણ એવી જ આજ્ઞા કરી છે.
રામ નું સ્મરણ કરતાં કરતાં -ભરત ચોધાર આંસુએ રડે છે, અને જવાબ આપે છે.
ભરતજી નું ભાષણ અતિ દિવ્ય છે.
ભરત ચરિત્ર નું વર્ણન કરતાં તુલસીદાસ ને “સમાધિ” લાગી છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE