=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-૧૭

રામાયણ-૧૭


મોટા મંડપ ની અંદર સીતાજી નો સ્વયંવર રચાયો છે.વિશ્વામિત્ર,રામ-લક્ષ્મણ ની સાથે પધાર્યા છે.

જનકજી એ જાહેર કર્યું- પૃથ્વી ને નક્ષત્રી કરી,પરશુરામજીએ આ શંકર ભગવાનનું ધનુષ્ય મારા ઘરમાં
રાખ્યું છે,હજાર યોદ્ધાઓ ભેગા મળે ત્યારે જ આને ઉઠાવી શકે છે. મારી દીકરી સીતા –ત્રણ વર્ષની હતી –
ત્યારે આ ધનુષ્ય નો ઘોડો બનાવી ને રમતી હતી, માટે જે કોઈ આ ધનુષ્ય ને ઉઠાવશે,
અને તેની પણછ ચડાવશે-તેને હું મારી કન્યા પરણાવીશ.

તે સમયે આકાશમાર્ગે રાવણ જતો હતો –તેણે મોટો મંડપ જોયો,તેથી નોકરોને તેણે પૂછ્યું-કે-
આ શાનો મંડપ છે ? નોકરો એ કહ્યું –કે અહીં સીતાજી નો સ્વયંવર છે.
રાવણ ને આમંત્રણ નહોતું છતાં તે સ્વયંવરમાં આવ્યો છે.વિના કારણે તે-જનકરાજા જોડે ઝગડો કરવા
લાગ્યો છે. પોતાની આત્મ-પ્રસંશા કરતાં –કહે છે-કે-તમે લોકો મને ઓળખાતા નથી.શિવ-પાર્વતી ની સાથે
આખો કૈલાશ પર્વત મેં ઉઠાવ્યો હતો-તો આ જુના પુરાના ધનુષ્ય નો તો શું હિસાબ ?

કૈલાસમાં તે વખતે પાર્વતીજી શિવજી ને કહે છે-તમારા ચેલા રાવણ ને બહુ અભિમાન થયું છે-
રાવણ ધનુષ્ય ઉઠાવી ન શકે તેવો ઉપાય કરો. શિવજી ની આજ્ઞા થી-ત્રણસો શિવગણો –સૂક્ષ્મરૂપે
ધનુષ્ય ઉપર ચઢી બેઠા છે.

રાવણ ધનુષ્ય ઉઠાવવા નો પ્રયત્ન કરે છે-ત્રણસો શિવગણો સાથે નુ ધનુષ્ય ઉઠાવ્યું છે,સભામાં ચારે તરફ
જુએ છે-કે કોઈ તેની જય કેમ બોલાવતું નથી. રાવણે ઓગણીશ હાથ થી ધનુષ્ય ઉપાડ્યું છે-વીસમો હાથ
પીઠ પર રાખ્યો છે-તે જ વખતે શિવ-ગણો એ તેમની બધી તાકાત ભેગી કરી અને ધનુષ્ય રાવણ ની
છાતી પર પાડ્યું.રાવણ નીચે પડ્યો અને લોહી ઓકવા લાગ્યો,તેણે મૂર્છા આવી છે.

જનકરાજાએ તેના સેવકો ને કહ્યું-કે જોઈ શું રહ્યા છો ?બ્રાહ્મણ નો દીકરો છે તે મરી જશે તો અપશુકન થશે અને મારી દીકરી ના લગ્ન માં વિઘ્ન આવશે.
હજારો સેવકો કુદી પડ્યા અને –રાવણ ની છાતી પર થી ધનુષ્ય હટાવ્યું.
રાવણ ની આવી ફજેતી થી બીજા રાજાઓ સાવધાન થઇ ગયા-બધા વિચારે છે-કે આવા જબરા રાવણ થી જે
કાર્ય થઇ ન શક્યું તો આપણા થી તો કેવી રીતે થાય ?આપણો તો છેલ્લો વરઘોડો જ નીકળે.
એટલે બધા ડહાપણ ની વાતો- કહેવા લાગ્યા-કે અમે તો સ્વયંવર-લગ્ન જોવા જ આવ્યા છીએ.  
ધનુષ્ય ઉઠાવવા કોઈ પ્રયત્ન કરતુ નથી.
વિશ્વામિત્રે આજ્ઞા કરી એટલે રામજી ધનુષ્ય નો ભંગ કરવા જાય છે. વિશ્વામિત્ર ,શિવજી ને પ્રાર્થના કરે છે-
“તમને અભિષેક કર્યા વગર મેં પાણી પીધું નથી,મારો રામ ધનુષ્ય ઉઠાવવા જાય છે,મારા રામ માટે તમે
ધનુષ્ય ને હલકું બનાવજો.”
સીતાજી પ્રાર્થના કરે છે-કે-“ધનુષ્ય,હલકું-ફૂલ થજો”

રામજી શિવ-ધનુષ્ય ને વંદન કરે છે,અને ધનુષ્ય ને ઉઠાવી લીધું.વીજળી નો ચમકારો થયો,
પણછ ચઢાવવા જ્યાં ધનુષ્ય વાળ્યું-ત્યાં તેના બે ટુકડા થઇ ગયા છે.
લોકો અંજાઈ ગયા છે-કેવી રીતે ધનુષ્ય ઉઠાવ્યું,કેવી રીતે નમાવ્યું તે ખબર પણ પડી નથી.

સીતાજી એ વિજયમાળા હાથમાં લીધી છે,આઠ સખીઓ ડાબી બાજુ,આઠ સખીઓ જમણી બાજુ
મંગળગીતો ગાય છે. અને ધીરે ધીરે રામને માળા પહેરાવવા આવે છે.
રઘુનાથજી વિચાર કરવા લાગ્યા-માતપિતાની આજ્ઞા વગર મારે લગ્ન કરવાં નથી.
સીતાજી અતિ સુંદર છે-તેથી શું ?
અતિસુંદર રાજ-કન્યા વરમાળા અર્પણ કરવા આવી છે-પણ રામજી માતપિતાની આજ્ઞા વગર
વરમાળા પહેરવા તૈયાર નથી.
સીતાજી હાર પહેરાવવા બે હાથ ઉંચા કરી પ્રયત્ન કરે છે,
સીતાજી રામજી ના પ્રમાણ માં જરા ઠીંગણા છે,
રામાયણ-
સૌજન્ય- www.sivohm.com

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE