વશિષ્ઠ જી એ-મોક્ષ-મંદિર ના ચાર દરવાજા બતાવ્યા છે.
(૧) શુભેચ્છા –શુભ પરમાત્મા ને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે.
(૨) સંતોષ- જે કંઈ મળ્યું છે-તેમા સંતોષ માનવો.
(૩) સ્વરૂપાનુસંધાન –પોતાના સ્વ-રૂપ ને ભૂલવું નહિ.લક્ષ્ય ને ભૂલે તે ચોર્યાસી લાખ ના ચક્કરમાં ભમે છે.
(૪) સત્સંગ- થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુ ની આત્મીયતા-સાનિધ્ય રહે છે.
વશિષ્ઠે કહ્યું-કે- “આ ચાર યાદ રાખો-તો-મોક્ષ સુલભ છે. સંસાર છોડવાની જરૂર નથી.”
રામજી ને –વશિષ્ઠે એવો બોધ આપ્યો છે-કે-શ્રવણ કરતાં રામજી ને ત્રણ દિવસ સુધી સમાધિ લાગી છે.
વશિષ્ઠ ના ઉપદેશ થી રામચંદ્રજી નો –વૈરાગ્ય- દૂર થયો છે. રામજીનું સોળમું વર્ષ પૂરું થયું છે
તે વખતે વિશ્વામિત્ર યજ્ઞ કરતાં હતા. વિશ્વામિત્ર ક્ષત્રિય હોવાં છતાં તપ ને પ્રતાપે બ્રહ્મર્ષિ થયા હતા.
સાધારણ રીતે નિયમ એવો છે-કે-મૃત્યુ પછી જ જાતિ બદલાય છે.પણ ગાયત્રી મંત્ર નો સતત જપ કરવાથી,
વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ થયા હતા.તેમના યજ્ઞ માં મારીચ-સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતાં હતા.
વિશ્વામિત્રે વિચાર્યું-રાક્ષસો નો નાશ રામજી કરી શકશે.અને રામજી ના દર્શન પણ થઇ જશે. એટલે
રામજી ને લેવા વિશ્વામિત્ર અયોધ્યા માં આવ્યા છે.
ભાગવત માં રામજી ની બાળલીલા નુ વર્ણન નથી પણ રામચરિત્ર નો આરંભ આ પ્રસંગ થી કર્યો છે.
સરયુગંગા માં સ્નાન કરી વિશ્વામિત્ર દશરથ મહારાજ ના દરબારમાં આવ્યા છે.
વિશ્વામિત્ર ગાયત્રી મંત્ર ના આચાર્ય છે. કોઈના પણ ઘેર-વગર આમંત્રણે –જેને ગાયત્રી નાં ચોવીસ પુનશ્ચરણ
કર્યા છે તેવો કોઈ બ્રાહ્મણ આવે તો –સમજવું કે તેનું કલ્યાણ થવાનું છે.
દશરથ રાજા ઉઠી ને ઉભા થયા છે,વંદન કર્યું છે અને મુનિ નુ પૂજન કરે છે.અને કહે છે-કે-
“વડીલો ના પુણ્ય-પ્રતાપે તમારાં જેવા ઋષિ મારા ઘેર પધાર્યા,મારું ઘર આજે પાવન થયું છે,
કહો આપની હું શું સેવા કરી શકું ?” દશરથ જી એ આ પ્રમાણે પ્રાર્થના કરી છે.
વિશ્વામિત્રે આશીર્વાદ આપી કહ્યું-કે-રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે-તેથી રામ-લક્ષ્મણ ને મારા
યજ્ઞ નુ રક્ષણ કરવા મને આપો.
પવિત્ર બ્રાહ્મણ –માત્ર એક પરમાત્મા ને જ માગે છે-બીજું કશું નહિ. રામજી પરમાત્મા છે.
વિશ્વામિત્રે રામજી ની માગણી કરી એટલે દશરથ ગભરાયા છે-“મારા રામજી ને લઇ જશે ?”
દશરથજી કહે છે-કે- “મહારાજ આપે યોગ્ય માગ્યું નથી, વૃદ્ધાવસ્થા માં તમારા બધાના આશીર્વાદ થી મારે ઘેર ચાર બાળકો થયાં છે, અને ચારે બાળકો માં મારો રામ મને પ્રાણ કરતાં વધુ પ્યારો છે,રામ વગર મને ચેન પડતું નથી,તેને મારી આંખો થી દૂર ન કરો, ગુરુજી તમને શું કહું ?રામ મને નિત્ય બે વાર સાષ્ટાંગ પ્રણામ કરે છે,મારી આજ્ઞા નુ પાલન કરે છે, રામ જેવો પુત્ર જગતમાં થયો નથી અને થવાનો નથી,
મારો પુત્ર છે એટલે મને વહાલો લાગે છે તેવું નથી પણ શત્રુઓને પણ તે વહાલો લાગે છે.
નાના ભાઈઓ પર તેનો પ્રેમ અલૌકિક છે,બહુ ભોળો છે,ખુબ મર્યાદા પાલન કરે છે,મારા રામ માં સર્વ
સદગુણો ભેગા થયા છે,મારો રામ હજુ બાળક છે,રાક્ષસો ને કેવી રીતે મારી શકશે ? ”
રામના વખાણ કરતાં દશરથ નુ હૃદય ભરાયું છે.
“જેમ જળ વિના માછલી જીવી શકે નહિ તેવી જ રીતે રામ વિના હું જીવી શકીશ નહિ, મારો રામ મારાથી
દૂર જશે તો મારા પ્રાણ ટકશે નહિ,ગુરુજી,તમે માગો તો રાજ્ય મારા પ્રાણ આપું પણ રામ સિવાય તમે જે
માગો તે હું આપવા તૈયાર છું.મારી વિનંતી છે-મારા રામ ને મારાથી દૂર ન કરો”
સૌજન્ય- www.sivohm.com
સૌજન્ય- www.sivohm.com
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |