=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-35

રામાયણ-35


બીજી તરફ ચિત્રકૂટની તળેટી માં બીજા દિવસની સવારે-ભરતે વશિષ્ઠજી ની આજ્ઞા માગી છે.
“ગુરુજી આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં”
ભરતજી મન માં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-
મારું કાળું મુખ હું રામજી ને કેવી રીતે બતાવું ?રામજી મને જોઈ ને ચાલ્યા જશે તો ? ના,ના મોટાભાઈ
આવું નહિ કરે!! મને જરૂર અપનાવશે.
ભાભી –સીતાજી મને મળવાની, રામજી ને મનાઈ તો કરશે નહિ ને ? ના, ના, સીતાજી ના હૃદયમાં
રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.

સીતારામ સીતારામ કરતાં કરતાં ભરતજી ચાલે છે,ભરતજી નો પ્રેમ એવો છે કે –
તે જોઈ પથ્થરો પણ પીગળી ગયા છે, ભરત દુરથી રામને જુએ છે,અનેક ઋષિઓ સાથે રામ જ્ઞાનની
વાતો માં મશગૂલ છે.ભરત ને નજીક જતા બીક લાગે છે,”હું અપરાધી છું,ત્યાં કેવી રીતે જાઉં ?
કૈકેયી તેં આ શું કર્યું ?સન્મુખ જવા ની મારી હિંમત થતી નથી,મારા લીધે મારા રામને પરિશ્રમ થયો છે.
મારા લીધે મારા રામ દુઃખ ભોગવે છે.ના,ના, તે જીવના દોષ નો વિચાર કરતાં નથી, તેઓ મારો જરૂર સ્વીકાર કરશે” ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા જાય છે.ભરત ને દેહનું ભાન નથી.

પર્ણકુટી ની પ્રદિક્ષણા કરી,એકદમ તો સન્મુખ જઈ શક્યા નહિ, પણ બધા ઋષિઓ ની વચ્ચે જઈ
સાષ્ટાંગ પ્રણામ કર્યા છે,લક્ષ્મણ જી ની નજર ગઈ અને તેમણે રામજી ને કહ્યું કે-ભરત આપને સાષ્ટાંગ
પ્રણામ કરે છે. ભરત નું નામ સાંભળતા જ રામજી બોલી ઉઠ્યા-મારો ભરત ક્યાં છે ?ક્યાં છે ?
ઉભા થઇ ભરત ની નજીક જઈ,ભરત ને ઉઠાવી આલિંગન આપ્યું છે. આંખો ભીની થઇ છે.
તે સમયે દેવો એ પુષ્પ ની વૃષ્ટિ કરી છે.ચિત્રકૂટ પર જીવ અને શિવ નું મિલન થયું છે.

ભરતજી ની દશા જોતાં રામજી ની આંખ માંથી આંસુ નીકળ્યા છે,મારો ભરત દુઃખી થયો છે.
રામજી ના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શકતો નથી.

પરમાત્મા (શ્રી રામચંદ્ર ) ના ચરણમાં જ શાંતિ છે.પરમાત્મા થી વિખુટો પડેલો જીવ જ્યાં જાય ત્યાં અશાંતિ જ છે.સંસાર સુખ-દુઃખ થી ભરેલો છે. આ જીવ ને આનંદ ની ભૂખ છે.પરમાત્મા વિના જગતમાં ક્યાંય આનંદ નથી. માનવ સ્વર્ગ માં જાય કે મોટો જ્ઞાની બને પણ જ્યાં સુધી એ પરમાત્મા ના ચરણ માં આવતો નથી,
ત્યાં સુધી અશાંત રહે છે,પણ જયારે પરમાત્મા ના ચરણ માં આવે ત્યારે તેને પૂર્ણ શાંતિ-આનંદ મળે છે.
મનુષ્ય જીવન નું એક લક્ષ્ય નક્કી કરી સાધન કરે તો-તે એક દિવસ જરૂર પરમાત્મા માં લીન થાય છે.

ભરત ચરિત્ર નું રહસ્ય એ છે-કે-
લક્ષ્મણ એટલે વૈરાગ્ય અને સીતાજી એટલે પરાભક્તિ, આ બંને ને સાથે લઈને -પરમાત્મા કે જે –
ચિત્રકુટમાં –એટલેકે ચિત્તમાં (અંતરમાં) વિરાજે છે-તેમને મળવા જવા તીવ્ર ઈચ્છા સાથે જાય તો –
પરમાત્મા નું જરૂર મિલન થાય છે,પરમાત્મા તે  જીવ ને અપનાવે છે

તે પછી તો ભરતજી એ સીતાજી ને પ્રણામ કર્યા છે,માતાજીએ આશીર્વાદ આપ્યા,એટલે ભરતજી ને ખાતરી થઇ કે-મારા અપરાધની ક્ષમા થઇ છે.
રામજી વશિષ્ઠ જી ને પ્રણામ કરે છે,સર્વ ને રામ એક સાથે જ મળે છે.કૈકેયી ને વંદન કરે છે-કૈકેયી દુઃખી થાય છે,ત્યારે રામ સમજાવે છે-કે-તમે બિલકુલ દુઃખ ન કરો,આમાં તમારો કોઈ દોષ નથી,આ તો વિધિ ની લીલા છે.માતા કૌશલ્યા ને વંદન કરે છે,સાસુજી ને જોતાં સીતાજી વ્યાકુળ થયા છે,સીતાજી નો તાપસી નો વેશ જોતાં કૌશલ્યાનું હૃદય ભરાણું છે. બધાને આસન પર બેસાડી રામજી એ પિતાજીના કુશળ પૂછ્યા.

વશિષ્ઠ જી એ કહ્યું-કે તમારુ સ્મરણ કરતાં કરતાં દશરથ જી એ દેહત્યાગ કર્યો છે.તમારા વિયોગ માં તે જીવી શક્યા  નહિ. રામજી વિલાપ કરે છે.
“મારા પર મારા પિતાજી નો કેવો પ્રેમ હતો,કે છેલ્લા શ્વાસ સુધી મારું સ્મરણ કરતા હતા.”સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE