=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-36

રામાયણ-36


રામજી એ પિતાજી ના મૃત્યુ ના સમાચાર સાંભળી –પછી પિતાજી નું શ્રાદ્ધ કર્યું છે.
રામજી એ ચૌદ વર્ષ કંદમૂળ નું સેવન કર્યું છે,અનાજ ખાધું નથી તેથી ફળ નું પિંડદાન કર્યું છે.

શ્રાદ્ધ માં શ્રદ્ધા પ્રધાન છે. મોટે ભાગે વાસના રાખી ને જીવ,શરીર છોડે છે. જે વિકાર-વાસના સાથે મરે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે,પણ જે નિર્વાસન (વાસના વગરનો) થઇ ને મરે તેની પાછળ શ્રાદ્ધ -ના થાય તો પણ વાંધો નથી, તેનું શ્રાદ્ધ ના થાય તો પણ તેની સદગતિ થાય છે.

દશરથ મહારાજ પાછળ પિંડદાન કરવાની જરૂર નથી,તેઓ છેલ્લા શ્વાસ સુધી રામજી નું સ્મરણ કરતા હતા.
પણ જગત ને આદર્શ બતાવવા –શ્રાદ્ધ કર્યું છે.

રામજી ની સેવામાં ચિત્રકૂટ નાં જેટલાં વૃક્ષો છે તે ફળવાળાં થયાં છે. ભીલ લોકો ફળ લઇ આવી અયોધ્યાની
પ્રજાનું સ્વાગત કરે છે. અયોધ્યા ના લોકો ને આશ્ચર્ય થાય છે-કેવાં સારા લોકો ! કેવો પ્રેમ! કેવી સરસ સેવા કરે છે ! તેઓ ને કંઈક આપવું છે.કોઈ સોનાની વીંટી આપવા જાય તો ભીલ લોકો તે લેવાની ના પડે છે.

ભીલ લોકો કહે છે-કે રામજી એ અમને અપનાવ્યા પછી અમે સનાથ થયા છીએ.પંદર દિવસ પહેલાં તમે આવ્યા હોત તો –તમારું સ્વાગત કરવાને બદલે અમે તમને લુંટી લીધા હોત.પણ રામજી ના દર્શન કર્યા પછી.અમારી વૃત્તિ બદલાઈ ગઈ છે,”રઘુનાથજી કી નજરિયા જાદુભરી હૈ”

રઘુનાથજી ની નજરથી ભીલ લોકો નું પાપ છૂટી ગયું છે,ચોરી-હિંસા ની આદત છૂટી ગઈ છે.
રામજી ના દર્શન કરતા ચિત્રકૂટ ના ભીલો નું જીવન સુધરે છે-અને જો આપણું જીવન ના સુધરે તો તેના જેવું બીજું પાપ કયું ?
રામજી નાં દર્શન કરતાં તો સ્વભાવ સુધરે જ છે પણ –રામજી નું નામ લેતાં પણ સ્વભાવ  સુધરે છે.

ભરત ને એક જ ચિંતા છે-કે- મારાં રામ-સીતા ઘેર કેમ કરી ને આવે?હું મારા મુખ થી કેવી રીતે કહું ?
વશિષ્ઠ જી ભરત ની પરીક્ષા કરે છે-અને કહે છે-કે-
ભરત-શત્રુઘ્ન તમે બંને વનમાં રહો અને રામ-સીતાને અમે અયોધ્યા લઇ જઈશું.

ભરત બોલ્યા છે-કે- ગુરુજી તમે મારા મન ની વાત કહી,રામજી અયોધ્યા પધારે તો ચૌદ વર્ષ તો શું અમે આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છીએ.

છેવટે વશિષ્ઠ જી બોલ્યા છે-કે- લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે-પણ આ ભરત ને જોયાં પછી મને થાય છે-કે-
ભરત ની ભક્તિ મારા કરતા પણ ચઢી જાય તેવી છે.માટે હે-રામ તે સુખી થાય તેવો ઉપાય કરો.

રામજી કહે છે-કે- ભરત તું કોઈ સંકોચ ના રાખ,તું કહે તેમ કરવા હું તૈયાર છું, હું તને નારાજ નહિ કરું.
ભરતજી ને થયું કે-મોટાભાઈએ કોઈ દિવસ મારું દિલ દુભવ્યું નથી,મારાં પાપ તેમણે માફ કર્યા છે.

ભરત કહે છે-કે-હું તો આપણો સેવક છું,આપ આજ્ઞા કરો તે પ્રમાણે હું કરવા તૈયાર છું,રાજ્યાભિષેક ની
તૈયારી કરીને અમે આવ્યા છીએ,આપને રાજ્યતિલક કરવામાં આવે,અયોધ્યા જઈ આપ સર્વેને સનાથ કરો,
રામ અને લક્ષ્મણ અયોધ્યા જાય, અને હું અને શત્રુઘ્ન વનવાસ ભોગવાશું. અથવા,
લક્ષ્મણ-શત્રુઘ્ન ને અયોધ્યા મોકલો અને મને સેવા કરવાનો લાભ આપો. અથવા-
અમે ત્રણે ભાઈઓ વનમાં રહીએ અને તમે સીતાજી સાથે અયોધ્યા જાઓ.

તે જ વખતે-જનક રાજા ત્યાં આવ્યા છે-પુષ્કળ વાતો થઇ છે-
સીતાનો તપસ્વી વેશ જોતાં જનકરાજાનું હૃદય ભરાયું છે.
કૌશલ્યા કહે છે-કે –આ ભરત ને સમજાવો,તે ચૌદ વર્ષ કેવી રીતે જીવી શકશે ?રામ વિરહ તે સહન કરી શકશે નહિ. જનકરાજા કહે છે-કે-હું બ્રહ્મજ્ઞાની છું પણ ભરત ના પ્રેમ આગળ મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી.
પછી સીતાજી ને કહે છે-કે-બેટા હું તને મારી સાથે લઇ જઈશ,તે તો બંને કુળ નો ઉદ્ધાર કર્યો.

સીતાજી કહે છે-કે-મારા પતિ નો વનવાસ એ મારો વનવાસ છે,પિતાજી મને વધારે આગ્રહ ના કરો.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE