=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-50

રામાયણ-50


તે પછી,વાનર સેનાએ સમુદ્ર ઉપર પથ્થર નો પુલ બાંધ્યો છે.
પથ્થર પર રામનામ લખવાથી પથ્થર તરે છે. રામનામ થી જડ પથ્થર તરે છે-તો મનુષ્ય શું ના તરે?
વિશ્વાસ રાખી રામનામ નો જપ કરવાથી મનુષ્ય સંસાર-સાગર ને તરે છે.
કલિકાળ માં રામનામ ના જપ સિવાય સંસાર-સાગર તરવાનો-બીજો કોઈ ઉપાય નથી.

રઘુનાથજી એ લંકા માં પ્રવેશ કર્યો છે.અનેક રાક્ષસો ને માર્યા છે.
ઇન્દ્રજીત અને લક્ષ્મણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લક્ષ્મણ “ઇન્દ્રિયજીત” છે.
જે ઇન્દ્રિયજીત (લક્ષ્મણ) છે તે ઇન્દ્ર કરતા પણ મોટો છે,”ઇન્દ્રજીત” ને પણ તે મારી શકે છે.
લક્ષ્મણે ઇન્દ્રજીત નું માથું કાપ્યું છે.
ઇન્દ્રજીત નો હાથ, સુલોચના (ઇન્દ્રજીત ની પત્ની) ના આંગણા માં આવ્યો અને તે હાથે લખી આપ્યું કે-
લક્ષ્મણ સાથે લડતાં મારો વધ થયો છે.

સુલોચના વિલાપ કરે છે,”મારે હવે નથી જીવવું,મારા પતિદેવ નો હાથ આવ્યો છે પણ મને મસ્તક લાવી આપો,મસ્તક લઇ ને મારે સતી થવું છે.”
સુલોચના રાવણ પાસે ગઈ અને ઇન્દ્ર્જીતનું મસ્તક માગ્યું.
રાવણે કહ્યું-કે-મસ્તક મારી પાસે નથી આવ્યું,વાનરો તે રામજી પાસે લઇ ગયા છે.
સુલોચના  કહે છે-તમે તે મસ્તક મગાવી આપો.
રાવણ કહેછેકે-હું માંગીશ તો વાનરો મસ્તક આપશે નહિ,પણ હું તને એક યુક્તિ બતાવું છું,તે પ્રમાણે કરીશ તો મસ્તક મળશે.તારા પતિનું મસ્તક રામજી જરૂર તને આપશે,તેની પાસે જા.
અગ્નિ માં પ્રવેશ કરતાં પહેલાં તુ રામજી નાં દર્શન કર,રામજી ને વંદન કર.

સુલોચન કહે છે-કે- તમે મને શત્રુ પાસે કેમ મોકલો છો ? હું અતિ સુંદર છ,ત્યાં જઈશ તો મને જોતાં શત્રુઓની દાનત બગડશે,તો અનર્થ થશે.
ત્યારે રાવણે તે વખતે રામજી નાં વખાણ કર્યાં છે,કહે છે-કે- રામજી જગતની બીજી સ્ત્રીઓને માતૃવત જુએ છે. રામ તને માતા જેમ માનશે,તારાં વખાણ કરશે,
હું રામ જોડે વેર રાખું છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.રામ-દરબાર માં કદી અન્યાય થયો નથી.
રામજી જેવો કોઈ મહાન થયો નથી,મને સંપૂર્ણ વિશ્વાસ છે-કે તને તે મસ્તક આપશે.
શત્રુ-રાવણ પણ રામજી નાં વખાણ કરે છે.શત્રુ પણ જેનાં વખાણ કરે તે પરમાત્મા.

સુલોચના રામજી પાસે આવ્યાં છે,રામજી એ તેને માન આપ્યું છે.તેનાં વખાણ કર્યાં છે.
સુલોચના મસ્તક માગે છે, રામજીએ સુલોચના ને તેના પતિ નું  મસ્તક આપ્યું છે.
સુલોચના અતિ વિલાપ કરે છે,સુલોચના નો વિલાપ જોઈ માલિક નું હૃદય પીગળ્યું છે.
રામજી કહે છે-કે તમે કહો તો તમારાં પતિ ને હું જીવતો કરું.તેને હજાર વર્ષ નું આયુષ્ય આપું.
ત્યારે સુલોચના એ ના પાડી છે,”મારા પતિ યુદ્ધ કરતાં કરતાં મર્યા છે,તેથી તે વીરગતિ ને પામ્યા છે,
તમે જો તેમણે જીવતા કરો તો તે મને ઠપકો આપે.

રામ-રાવણ નું ભયંકર યુદ્ધ થયું,રાવણ ની ડુંટી માંનુ અમૃત,અગ્ન્યાસ્ત્ર દ્વારા સુકવી નાખ્યું. અને
રાવણ નો વિનાશ કર્યો. સીતાજી ને હનુમાનજી એ વિજય ની ખબર આપી છે.

ઈન્દ્રિયસુખ માટે પ્રવૃત્તિ કરે તે રાવણ છે,જેને સાચાં સુખ ની દિશાનું ભાન નથી,તેનો વિનાશ નક્કી છે.

પ્રભુ એ લંકાનું રાજ્ય વિભીષણ ને આપ્યું,પ્રભુ એ કંઈ લીધું નથી,વાનરો નું બહુ સન્માન કર્યું છે.

પુષ્પક વિમાન માં રામ-સીતાએ ત્યાંથી પ્રયાણ કર્યું છે.


રસ્તામાં પ્રભુ,સીતાજી ને રામેશ્વર ની સ્થાપના કરી હતી તે બતાવે છે.

સૌજન્ય- www.sivohm.com

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE