=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-51

રામાયણ-51


પુષ્પક વિમાન પ્રયાગ રાજ પાસે આવ્યું છે.
ભરતજીએ આપેલી ચૌદ વર્ષની અવધિ નો આજે છેલ્લો દિવસ છે.
રામજી કહે છે-કે-ભરતજી ને હું પરત આવું છું તેની ખબર નહિ પડે તો તે પ્રાણ ત્યાગ કરશે.
હનુમાનજી ને ભરતજી ને ખબર આપવા સહુથી આગળ જવા માટે આજ્ઞા કરી છે.

હનુમાનજી ભરત પાસે આવ્યા છે.ભરતજી રામજી ની પાદુકાનું પૂજન કરી રામનામ નો જાપ કરે છે.
હનુમાનજી કહે છે-કે-ભરતજી,રામજી પધારે છે. વિમાન અયોધ્યા પાસે આવે છે,
રામજી ના વિમાન ને જોતાં ભરતજી ને અતિશય આનદ થયો છે.વિમાનમાંથી ભગવાન ઉતર્યા અને
ભરતજી ને ઉઠાવી ને આલિંગન આપ્યું છે.
રામ અને ભરત જયારે મળ્યા ત્યારે લોકો ને ખબર પડતી નથી કે આમાં રામ કોણ અને ભરત કોણ ?
બંને ના શ્યામ વર્ણ છે,વલ્કલ સરખાં છે અને શરીર કૃશ (દુબળાં) થયાં છે.

અયોધ્યા આવી ને રામજી સહુ પ્રથમ કૈકેયી ને પગે લાગવા ગયા છે.
કૈકેયી એ પોતાનો કનકભવન –રાજમહેલ રામજી ને રહેવા આપ્યો છે.

વશિષ્ઠ મુનિ મુહૂર્ત આપે છે.વૈશાખ માસ,શુક્લપક્ષ,સપ્તમી-ના દિવસે રામજી નો રાજ્યાભિષેક થયો છે.
સીતાજી સાથે કનક સિંહાસન પર રામચંદ્રજી વિરાજ્યા છે.

રામરાજ્ય માં કોઈ ભિખારી નથી. એવું વર્ણન છે-કે-જેને ઈચ્છા હોય તેને જ મૃત્યુ આવે (ઈચ્છા મૃત્યુ)
કોઈ પણ દરિદ્રી નહિ,કોઈ પણ રોગી નહિ,કોઈ લોભી નહિ,ક્યાંય ઝગડો નહિ,.
અધર્મ નું પારકું ધન લેવાની કોઈને ઈચ્છા નહિ.
રામરાજ્ય માં પ્રજા સર્વ રીતે સુખી હતા,કોઈ જ દુઃખી નહોતા.

હા, બે વર્ગ દુઃખી હતા.રામરાજ્ય માં ડોક્ટરો અને વકીલો નો ધંધો બરોબર ચાલતો નહોતો.
રામજી ના રાજ્ય માં તેમનો ધંધો બરોબર ચાલતો નહોતો એટલે આ રાજ્ય માં સારો ચાલે છે.
રામરાજ્ય માં તેઓની પડતી હતી પણ આજના રાજ્ય માં તેમની ચડતી છે.
જીવન માં સંયમ સદાચાર ઘટ્યા એટલે રોગ વધ્યા છે.
રામરાજ્ય માં પ્રજા એકાદશી નું વ્રત કરતી. એકાદશી ના દિવસે અન્ન ના લેવાય.રસોઈ ના થાય.
કથા માંથી કોઈ નિયમ લેવો જોઈએ.કે-“આજ થી મારે એકાદશી કરવી છે,કે-ઠાકોરજી ની પૂજા કર્યા વગર કાંઇ લેવું નથી” -કે- પછી કોઈ ક પણ નિયમ લેવાથી જીવન સુધરશે અને કથાનું ફળ મળશે.

હનુમાનજી રામજી ની એવી સેવા કરે છે-કે-રામજી ને બોલવાનો અવસર પણ ના મળે. અને બીજા કોઈને
સેવા કરવાનો અવસર પણ ન મળે. સેવક અને સેવ્ય બંને એક બને તો સેવા થાય છે.
સીતાજી ના મનમાં થાય છે-કે-આ હનુમાન મને કોઈ સેવા કરવા જ દેતા નથી.
સેવ્ય એક હોય અને સેવક અનેક હોય તો થોડી વિષમતા આવી જાય છે.

દાસોહમ પછી સોહમ થાય છે.જ્ઞાની લોકો પણ પહેલાં દાસ્યભાવ રાખે છે.પછી સોહમ ની ભાવના રાખે છે.

સીતાજી એ રામજી ને કહ્યું-કે-અમે સેવા કરીશું તમે હનુમાનજી ને સેવા કરવાની ના પાડો.
રામજી કહે છે-કે-હનુમાનજી માટે કંઈક સેવા રાખો,તેમણે મારાં ખૂબ કામ કર્યા છે.હું તેમના ઋણ માં છું.
પ્રભુ ને દુઃખ થયું છે-કે –“મારા હનુમાન ને આ લોકો ઓળખાતા નથી.

હવે લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન,સીતાજી વગેરે હનુમાનજી ને સેવા કરવા દેતા નથી.
તેઓએ સેવાની એવી વહેંચણી કરી કે હનુમાનજી ને ભાગે કોઈ સેવા રહે જ નહિ.



હનુમાનજી નું જીવન રામસેવા માટે હતું.સેવા ને સ્મરણ માટે જીવે તે જ સાચો વૈષ્ણવ.

સૌજન્ય- www.sivohm.com

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE