બાળ લીલા નાં પદ
આ લોને આરોગો આતા ઘી એ ઝબોલી;
સુંદર મેરે હાથ રચી પાતળી પોલી.
કાતલી કેલાની સારી સાકાર ભેલી;
કરમો કીધો રે કૃષ્ણ કપૂરે ભેલી.
મીઠડાં કરું રે મુખ મોકલું કીજે;
માખણ ભાવે તો વળી માગીને લીજે.
ચુંચતા કોળિયા માતા આગલ ધરે;
કેહનું ન કરાવું મુખ મોકલું કરે.
બ્રહ્માદિક ઇન્દ્રાદિક ભોલવા નાથે;
નરસૈયા નો સ્વામી જમે જશોદા હાથે.