=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-48.

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-48.





આડો રહી ને રાડ માંડી જગન્નાથે;

તો જમું જો પરોસો ભાત તમારા હાથે.

સેવ રે સુવાલી માહે સાકર ઝીણી;
સોવણ થાલી માતા લાવે રે ફેણી.

સાક,દાલ માંહે માખણ ધરે;
દહીં દૂધ રે મહારુ કચોલું ભરો.

પંચા અમ્રત પુત્ર તમે કોલિયા ભરો;
આલોટે ને લોટે, કેહે જૂજુંઉ કરો.

રોસ ભરી સંતાપાં, માતા અંતર પેખે;
પાછું વળી જુવે જશોદા જુજુંઉ દેખે.

જમનોદકે મછણ લેતાં મીઠાં કીધાં રે માએ;
નરસૈયા નો સ્વામી માલીઓ, લાગુ રે પાએ.



      Next Page