=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: અખા ભગત ની જીવન ઝલક-૩

અખા ભગત ની જીવન ઝલક-૩

કથા સુણી સુણી ફૂટ્યા કાનઅખાતોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.


અખા ના છપ્પા.


  તિલક  કરતાં  ત્રેપન વહ્યાં,  ને  જપમાળાનાં  નાકાં  ગયાં;

  તીરથ ફરી ફરી થાકયાં ચરણ , તોય ન પહોંચ્યો હરિને શરણ;

  કથા સુણી સુણી ફૂટ્યા કાનઅખાતોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

  એક મૂરખને એવી ટેવ , પથ્થર એટલા પૂજે દેવ;
  પાણી દેખી કરે સ્નાન , તુલસી દેખી તોડે પાન;
  તે તો અખા બહુ ઉત્પાત , ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

  જો જો રે મોટાના બોલ , ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
  અંધ અંધ અંધારે મળ્યા , જ્યમ તલમાં કોદરા ભળ્યા;
  ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી , કહે અખો એ વાતો અમે જાણી.

 (ખેડે=ગામમાંન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી       બી   પીલી તેલ કાઢવાનું સાધનકોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકેન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )


દેહાભિમાન હૂતો પાશેર , તે વિદ્યા ભણતાં વધ્યો શેર;

ચર્ચાવાદમાં તોલે થયો , ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય , આત્મજ્ઞાન મૂળગું ખોય.

પાશેર=સવાસો ગ્રામશેર=પાંચસો ગ્રામતોલો=પાંચ ગ્રામ,મણ=વીસ કિલોગ્રામ )


સસાશિંગનું વહાણ જ કર્યું , મૃગતૃષ્ણામાં જઈને તર્યું;

વંધ્યાસુત બે વા ’ણે ચઢ્યાખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા , અખા હમણાં ને આગળ એવા હતા.

સસલાના શિંગડાનું વહાણમૃગજળમાં તરવુંવાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)


આંધળો સસરો ને સરંગટ વહુ , એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું , આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક , શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

સરંગટ=ઘૂમટો તાણેલીબોક= ડોલ )

અખામાં   અચાનક હરિ પરગટ થયો!પછી બ્રહ્માજી ની પેઠે એની વાણી ઊઘડી. 
એ કહે છે`ત્યાર પછી ઊધડી મુજ વાણ! અચ્યૂત આવ્યાનું એ એંધાણ

હું તો જેમ દારની પૂતળીતે ચાળા કરે અપાર,

પણ કાષ્ઠમાં કાંઈયે નથીએ તો કળ ચાંપે સૂત્રધાર

અખો તો માત્ર કઠપૂતળી છેસૂત્રધાર નચાવે તેમ નાચે છે. કવિતા કરનારગ્રંથ લખનાર આ અખો નથીઅખો તો માત્ર પ્રભુના હાથનું વાજિંત્ર છે. વગાડનારો શ્રી હરિ છે. વાજું વાગતું દેખાય છેપણ એ કરામત વાજાની નથીવગાડનારની છે.

નાથ નિરંજન ગ્રંથ કરતાઅખો તે નિમિત્ત માત્ર,

જેમ વાજું દીસે વાજતુંપણ વજાડે ગુણપાત્ર

અખો ગુરુવાદનો વિરોધી નથીપણ બાહ્ય ગુરુ કરતાં એ આત્મા-ગુરુને વધારે માને છે. 


એ કહે છેજે નરને આત્મા-ગુરુ થશેકહ્યું અખાનું તે પ્રીછશે
સાથે સાથે તે કહે છે

કહે અખો સહુ કો સુણો

જો આણો માયા અંતને,
તો આપોપું ઓળખો, (આપોપું=પોતાની જાત ને -આત્માને)
સેવો હરિ-ગુરુ-સંતને