=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ચાંપરાજ વાળો-૫

ચાંપરાજ વાળો-૫

   તું તાળાં આવધ તણી, ચકવત ચૂક્યો ના,
   શિયો ય તળાપ સદા, અથર્યો ચૂકે એભાઉત !



(હે એભલ વાળાના પુત્ર ! સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઇને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે: પણ તું તારાં આયુધોનો એકેય ઘા ન ચૂક્યો.)


ચાંપરાજનું માથું પડ્યું,પણ,
એ ઊભા થયેલા ધડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી.
તરવાલ વીંઝતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું ,ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાઠી સુધી હાંકી ગયું.


ત્યાં જઇને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાંપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સિધાવ્યો.
જોગડા ઢોલીનો છગો (પાળિયો)જેતપુરના એ કોઠા પાસે છે ને ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાંપરાજ તો ખપી ગયો, પણ પાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો ?


પતશાહે પતગરીયાં નૈ, પોહપ પાછાં જાય,
ચાંપો છાબાંમાંય, ઊઠે એભલરાઉત!


(પાદશાહ પાસે પ્રભાતે માલણ ફૂલછાબ લઇને ફૂલો દેવા ગઇ. પદશાહે પૂછ્યું કે ‘શેનાં ફૂલો છે ?’ માલણ કહે કે ‘ચંપો’ ‘અરરર, ચંપો કરતો પાદશાહ ચમકે છે; ‘ચંપો’ ફૂલનું નામ સાંભળતાં પણ એને લાગે છે કે ક્યાંઇક ચાંપો(ચાંપરાજ) છાબડીમાંથી ઊઠશે !માલણ પુષ્પોની છાબડી લઇ પાછી ચાલી જાય છે.)


આ બનાવ પહેલાં એક ગઢવી ને ચાંપરાજે ઘોડો આપવા નું કહેલું,
આ ગઢવી ઘોડો લેવા આવે છે.એભલ વાળો ગઢવીને ચાંપરાજ વતી ઘોડો આપવા નું કહે છે.


“ના, બાપ એભલ વાળા ! એમ હું ઘોડો લેવાનો નથી. ઇ તો ચાંપારાજ વાળો પંડે ભર દાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહિ તો હું આંહીં મારો દેહ પાડીશ. હું મૂવાનાં દાન લઉં કાંઇ ?”


એભલ વાળાની આંખોમાં પાણી આવ્યાં , હસીને બોલ્યો :’ગઢવા, ગાંડો  થા મા. ચાંપારાજ તે હવે ક્યાંથી આવે ? મરેલા માણસો ને હાથે ક્યાંય દાન થયેલાં જાણ્યાં છે ? મને ચાંપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઇ દેજો.”
ચારણ  એકનો બે થયો નહિ. એ તો લાંઘણ ઉપર લાંઘણ ખેંચવા લાગ્યો.,
ચાંપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઇને બેઠો અને બિરદવવા લાગ્યો.


આખરે ચાંપરાજ વાળાનું પ્રેત દેખાયું.ચારણ ને વચન દીધું કે ‘જા ગઢવી ,

સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે, હું આવીશ.’